આજે આપણે કેટલાક શહેરો અને અન્ય સ્થળોની વાત કરીશું. મલેશિયાના પશ્ચિમ કિનારે આવેલા શહેર છે Malacca. બ્રિટીશ, ડચ અને પોર્ટુગલ આમ તમામ પાશ્ચાત્ય પ્રજાએ અહી રાજ્ય કર્યું. આથીજ આ જગ્યા અનેક વિશિષ્ટ સંસ્કૃતિઓ નો શમ્ભુમેળો ધરાવે છે. અહી કોલોનીઅલ સ્થાપત્ય જોવાનો અનોખો લ્હાવો છે. કારણ દરેક પ્રજાએ પોતાની છાપ છોડી છે. પરિણામે ચહલ પહલ વાળા જીવંત રાત્રી બજાર અને સાથે વિવિધ વાનગીઓની મજા માણવી સહેલી છે. દરેકના ટેસ્ટ નું કીને કઈ મળી રહે છે. સ્વાભાવિક છે કે દેશ-વિદેશના લોકો માટે આ શહેર આકર્ષણ નું કેન્દ્ર બની જાય.
તો હવે વાત કરીએ GEROGE TOWN ની, આ શહેર મલેશિયાનું બીજા નંબર નું શહેર ગણી શકાય. અતિશય ચહલ-પહલ અને ધમધમતી શેરીઓ એ આ શહેરની ખાસિયત છે. શહેરમાં આવેલા કેટલાક સ્થાનો જેવાકે સુંદર મસ્જીદો અને મંદિરો,ઊંચા ગગનચુમ્બી મકાનો તો કેટલાક કોલોનીઅલ સ્થાપત્ય, સાંકડી શેરીઓ, ધમધમતા કોફીશોપ અને બાર, સ્વાદિષ્ટ ચાઇનીઝ વાનગીઓ અને અન્ય વિવિધ પ્રદેશની વાનગીઓ આ બધું મળીને આખું શહેર એક વખત મુલાકાત લેવા જેવું બની રહે છે. આ સિવાય, KOTABHARU, MIRI, KUCHING વગેરે શહેરો પણ આવેલા છે. જોકે મને ગમ્યું તે ‘KUALA TERENGGANU’ હા, નામ તો જરા અટપટું છે. પણ શહેર એટલુજ સીધું છે. આમતો આ એક નાનું માછીમારોનું ગામ હતું. પણ પેટ્રોલ મળી આવતા અહીની સીક્કાલ બદલાઈ ગઈ છે. આપણા મુંબઈનું પણ એવુજ થયું ને?હવેતો મોટા મોટા સ્ક્યસ્કેપર્સ મકાનોની ભરમાર વધવા છતાં હજી પણ આ શહેર ખુબસુરત છે. ખાસતો ત્યાં આવેલ ચાઈનાટાઉન, દરિયા કિનારાના બીચ, નજીકમાં આવેલા સુંદર ટાપુઓ અને મંત્રમુગ્ધ કરી દેતા જંગલો. આ શહેરની પ્રવૃત્તિઓ પ્રવાસીઓને બે -ત્રણ દિવસ સુધી ખુબ વ્યસ્ત રાખી શકે છે.
મોટાભાગના પ્રવાસીઓ સીધા દરિયા કિનારાના સ્થળો, કે ટાપુઓ ઉપર જતા રહે છે. પણ મલેશિયાનો મધ્યભાગ જે CAMERON HIGHLANDS તરીકે ઓળખાય છે તેને નજર અંદાજ ના કરી શકાય. ઇંગલીશ કન્ટ્રી સાઈડ ની યાદ આપતા લીલા પહાડોના ઢોળાવ ની સુંદરતા કૈક જુદીજ છે. ત્યાની તાજી સુવાસિત ચા અને ચા ના બગીચા મન ને પ્રફુલ્લિત કરી દે છે. જયારે હાઈ લેન્ડ ની વાત નીકળી જ છે તો જરા વધારે ઉંચાઇ ની વાત કરી લઈએ માઉન્ટ કીનાબાલું. આ પર્વત અને તેની આસપાસનું જંગલ કીનાબાલું પાર્ક તરીકે પ્રખ્યાત છે. તે એક અભયારણ્ય પણ ગણી શકાય. તે મલેશિયાનો સૌથી ઉંચો પર્વત છે. ત્યાં ઉગતી 5000 થી 6000 પ્રકારની વનસ્પતિને લીધે તેને વિશ્વના મુખ્ય બાયોલોજીકલ સ્થળમાં સ્થાન અપાયું છે. આથી જ તે UNESCO WORLD HERITAGE માં સ્થાન પામેલ છે.
તો મિત્રો તમે જેટલા દિવસના વેકેશન ઉપર જવા માંગોછો તેના કરતા વધારે સ્થળોની માહિતી મળી ગઈ હવે તમારી પસંદગી મુજબ આખી ટુરનું આયોજન કરીલો અને ફરીઆવો મલેશિયા. આવતા અંકમાં ફરી એક નવા દેશની માહિતી સાથે આવું છું.