દરેક વ્યક્તિ પોતાની જાતને સુંદર જોવા માંગતી હોય છે. સુંદર દેખાવા માટે મેકઅપ પણ કરે છે. લગભગ દરેક યુવતિ પાસે તમને મેકઅપ કીટ જોવા મળી રહે. યુવતિઓ આ મેકઅપ ખરીદતા પહેલા તેને ટ્રાય પણ જરૂર કરતી હોય છે. જો તમે પણ મેકઅપ ટ્રાયલ લેતા હોય તો તે અંગેની આ વાતો જરૂર જાણી લેજો.
શું તમે કોસ્મેટિક ખરીદવા જાવ છો ત્યારે કોસ્મેટિક ટ્રાય કરો છો? જયારે આપણે મોટીશોપ અથવા તો મોલ ગયા હશું ત્યારે ઘણીવાર સેલ્સગર્લ્સ પાસે મેકઅપ કરાવતા ઘણાંને જોયા હશે,જેમકે ટ્રાયલ માટે મસ્કરા,લિપસ્ટિક ,આઈ શેડો, લિપ ગ્લોઝ વગેરે.
કોઈપણ શોપમાં મેકઅપ ટ્રાયલ ક્યારેય જોયા વગર કરવો નહિ. આંખ, હોઠના કોન્ટેક્ટમાં કોસ્મેટિક લાવવી નહિ, કેમકે તેમ કરવાથી કોસ્મેટિક્સમાં રહેલા બેકટેરિયા,ઇન્ફેકશન આપણને લાગી શકે છે. શું તમે જાણો છો અન્ય દ્વારા ઉપયોગ કરેલો મેકઅપ કરવાથી બેકટેરીઅલ અને ફંગસ ઇન્ફેકશન થવાના ચાન્સ પણ વધી જાય છે. તે આપણને ગંભીર રીતે બીમાર કરી શકે છે. આપણી કોસ્મેટિક્સ આપણા ફ્રેન્ડસ, રિલેટિવ તથા અન્ય સાથે પણ શેર કરવી નહિ.
જો તમે મેકઅપ ટ્રાય કરવા માગતા જ હોવ તો તેને હાથ ઉપર લગાવી ચેક કરી લેવું .તેવું કરતા પેહલા અને કાર્ય પછી હાથ પર સૅનેટાઇઝરનો ઉપયોગ જરૂર કરવો. ડાયરેક્ટ ઇન્ફેકશન લાગી શકે તેવી જગ્યા જેમકે ચેહરો,આંખ, હોઠ ત્યાં મેકઅપ લગાવો નહિ. એક્સપાયર્ડ, જૂની કોસ્મેટિક્સ ક્યારેય વાપરવી નહિ. તેનાથી આઈ ઇન્ફેકશન, પિમ્પલ ,બળતરા વગેરે સમસ્યા સર્જાય શકે છે. રોજબરોજ વપરાશ થતી કોસ્મેટિક સ્વચ્છ રાખવી જરૂરી છે. મેકઅપ બ્રશ, કોસ્મેટિક સ્પોન્જ, કોમ્બ વગેરે ગરમ પાણીથી માઈલ્ડ શેમ્પુ વડે સાફ કરવા જોઈએ. ત્યારબાદ ક્લીન ટોવેલની મદદથી તેને ડ્રાય કરી લેવા. યાદ રાખવું દરેક ટૂલ સુકાય જાય પછી જ ઉપયોગમાં લેવા.
આજકાલ અમુક કંપની વ્યક્તિગત સેમ્પલ ટ્રાય કરવા આપે છે. ઘણીવાર તેના બદલામાં ચાર્જ પણ લે છે તે કરી શકો છો પરંતુ,ક્યારેય બહાર શોપ પર મેકઅપ ટ્રાયલ લેવી નહીં.