મહિલાઓ અને યુવતિઓ પોતાના ચહેરાના સંપૂર્ણ મેક અપ દરમિયાન પોતાના લિપ્સ, આંખ અને ગાલ તેમજ વાળને જુદા જુદા બ્યટિ પ્રોડક્ટસનો ઉપયોગ કરીને વધારે ખુબસુરત બનાવે છે. આમાં લિપ્સ અમારા ચહેરાના સૌથી આકર્ષક હિસ્સાના એક ભાગ તરીકે છે. જેથી લિપ્સ પર પરફેક્ટ મેક અપ કરવાથી મહિલાઓ વધુ ખબસુરત અને આકર્ષક દેખાવવા લાગે છે. લિપ્સને ખુબસુરત લુક આપી દેવા માટેના પણ કેટલાક તરીકા છે. જેનો ઉપયોગ કરવાથી તમે ખુબ જ ખુબસુરત લાગી શકો છો. લિપ્સને ખુબસુરત લુક આપવાના જે તરીકે છે જેમાં એક ટેક્સચર્ડ લિપ્સ છે. આ લિપ્સ પર મેક અપ કરવાની એક રચનાત્મક રીત તરીકે છે.
આમાં સૌથી પહેલા લિપ્સ પર ઘેરા રંગની લિપસ્ટિક લગાવવામાં આવે છે. ત્યારબાદ તેના પર સ્ટડસ લગાવવામાં આવે છે. આના કારણે પાર્ટી અને અન્ય કોઇ પ્રસંગમાં અથવા તો ભીડમાં પણ તમે બીજા કરતા અલગ નજરે પડી શકો છો. આવી જ રીતે કલર મિલેનેજ લિપ આર્ટ પણ છે. તે લિપ્સના એક કલાત્મક મેક અપ તરીકે છે. આમાં પોતાના લિપ્સને જુદા જુદા રંગોના લિપસ્ટિકથી સારી રીતે રંગવામાં આવે છે. ત્યારબાદ સ્ટડ્સની સહાયતાની સાથે લિપ્સને ફિનિશિંગ આપવામાં આવે છે.
આવી જ રીતે ગ્લિટ્રી લિપ્સ હોય છે. તે લિપ્સને વધારે સન્દર અને સ્ટાઇલિશ બનાવવા માટેની એક રીત છે. આમાં પોતાના લિપ્સને મેક અપ કરવા માટે ગ્લિટ્રીની સાથે સાથે લાલ અને ગોલ્ડ રંગની લિપસ્ટિક લગાવવાની જરૂર હોય છે.આકર્ષક ચહેરા માટે લિક્વિડ લિપસ્ટિક લગાવવામાં આવે છે. આના માટે પણ કેટલાક તરીકા રહેલા છે.