હિન્દી કવિતાના અપ્રતિમ હસ્તાક્ષર, રાષ્ટ્ર કવિ અને દદ્દાના નામથી તમામ ચાહકોમાં જાણીતા રહેલા મહાન રચનાકાર મૈથિલીશરણ ગુપ્તને કોણ ભુલી શકે છે. ગુપ્તે ભારતીય સંસ્કૃતિ અને સ્વેદશાનુરાગને પોતાની કવિતાના વિષય તરીકે બનાવીને આ તમામ બાબતોને ખુબ ઝિણવટભરી અને શાનદાર રીતે રજૂ કરવામાં સફળ રહ્યા હતા. મહિલાઓની તમામ પ્રકારની પિડાને શબ્દોમાં ઉતારી દેવામાં પણ તેઓ સફળ રહ્યા હતા.
મૈથિલીશરણ ગુપ્તનો જન્મ ત્રીજી ઓગષ્ટ ૧૮૮૬માં થયો હતો. ઝાંસીની નજીક ચિરગાવમાં તેમનો જન્મ થયો હતો. પોતાની પ્રથમ કાવ્ય રચના રંગ મે ભંગના થોડાક સમય બાદ જ તેઓએ જયદ્રથ વધની રચના કરી હતી. રચનાધર્મિતાના દોરમાં મૈથિલીશરણ ગુપ્તની લોકપ્રિયતાનો આધાર ભારત ભારતી છે. વર્ષ ૧૯૧૨માં આની રચના કરવામાં આવી હતી. આ ગ્રથના માધ્યમથી મૈથિલીશરણ ગુપ્તએ દેશ દશા પર ચિંતા વ્યક્ત કરીને કહ્યુ હતુ કે અમે કોણ હતા. શુ થઇ ગયા છીએ અને હજુ શુ થવા જઇ રહ્યા છીએ. આઓ વિચાર કરીએ આજે મળીને આ તમામ સમસ્યાને ઉકેલી દેવાના પ્રયાસ કરીએ. સ્વદેશાનુરાગમાં નિમગ્ન રહેનાર ગુપ્તજી હમેશા ભારતીય સંસ્કૃતિના ગૌરવના ગુણગાન કરતા રહ્યા હતા.
ગુપ્ત હમેંશા મહિલાઓ, કૃષક અને વંચિત લોકોના અધિકાર માટે ઉભા રહ્યા હતા. સાકેતના માધ્યમથી તેઓએ ઉર્મિલાના ત્યાગ અને સમર્પણને રજૂ કરવામાં સફળતા હાંસલ કરી હતી. સાકેતની આ લાઇનથી અમે ઉર્મિલાની પીડાને સારી રીતે સમજી શકીએ છીએ. માનસ મંદિર મે સતિ પતિકી પ્રતિમા થાપ જલતી થી ઉ વિરહ મે બની આરતી આપ. ગુપ્તજીએ પોતાના યશોધરા નામના ગ્રથ મારફતે નારીના અધિકારોને જારદાર રીતે અને સફળ રીતે ઉઠાવ્યા હતા. સાથે સાથે તેઓએ સમકાલીન પરિÂસ્થતીઓમાં નારીની પિડાને રજૂ કરી હતી. ગુપ્તએ અબલા જીવન હાય તુમ્હારી યહી કહાની શબ્દો મારફતે નારીની પિડાને રજૂ કરી હતી. આંચલ મે હે દુધ ઔર આંખોમાં પાનીની લાઇન આજે પણ પ્રેરણા સમાન બને છે. નારી કહે છે કે -સખી વે મુઝસે કહકર જાતે તો ક્યાં વે મુઝકો અપની પગબાધા હી પાતે. સાહિત્ય જગતમાં ઉપેક્ષિત આવા જ પ્રકારના વધુ એક પાત્ર વિષ્ણુપ્રિયતા પર પણ ગુપ્તજીએ વિષણુપ્રિયા નામના ગ્રથની રચના કરી હતી. જય ભારતના માધ્યમથી ગુપ્તજીએ મહાભારતની કથાને વિશેષ રીતે રજૂ કરવામાં સફળતા મેળવી છે. તેમના કાવ્ય જનજાગરનના કાવ્ય તરીકે છે. જેમાં ભારતની સમૃદ્ધિ સંસ્કૃતિ પૂર્ણ તનમન્યતાની સાથે રજૂ કરવામાં આવી છે.
તેઓ કહે છે કે-સંપૂર્ણ દેશો સે અધિક કિસ દેશ કા ઉત્કર્ષ હે ઉસકા જા રિષિ ભૂમિ છે. વહ કોન હે ભારતવર્ષ હે. ગુપ્તજી આ ધારાને સ્વર્ગ બનાવવા માટે અભિલા હતા. સાકેતમાં રામના માધ્યમથી આ બાબતને રજૂ કરે છે કે -સંદેશ નહી મૈ યહાં સ્વર્ગ કા લાયા ઇસ ભુતલ કો હી યહાં સ્વર્ગ બનાને આયા. તેમની તમામ રચના એટલી શÂક્તશાળી અને સચોટ હતી કે આજે પણ દશકો બાદ પણ તેમની રચનાને કોઇ ભુલી શક્યા નથી. ભવિષ્યમાં કોઇ ભુલી શકશે નહી. ગુપ્તજીન ગાન સંપૂર્ણ ભારતમાં આજે પણ ગુંજી રહ્યા છે.આધુનિક હિન્દી કવિતાના દિગ્ગજ તરીકે તેમને ગણવામાં આવે છે. તેઓ એવા કવિ હતા જેમની કવિતાઓથી તમામ નિરાશ મનને પણ શાંતિ મળી જતી હતી. કવિતાની દુનિયાના સરતાજ મૈથિલીશરણ ગુપ્તાને રાષ્ટ્ર કવિ નામથી પણ ઓખળવામાં આવે છે. સ્કુલના ગાળામાં રમત પર વધારે ધ્યાન આપવાના કારણે સ્કુલમાં આગળ વધી શક્યા ન હતા. ત્યારબાદ તેઓએ હિન્દી, બંગલા, સંસ્કૃત અને અન્ય સાહિત્યમાં અભ્યાસ કર્યો હતો. મુન્શી અજમેરીએ તેમનુ માર્ગદર્શન કર્યુ હતુ. માત્ર ૧૨ વર્ષની વયમાં જ ગુપ્તે કવિતા લખવાની શરૂઆત કરી દીધી હતી. ગપ્તે બંગળી કાવ્ય ગ્રથ મેઘનાથ વધનુ અનુવાદ પણ કર્યુ હતુ. ત્યારબાદ પ્રેસની સ્થાપના કરીને પોતાના પુસ્તક છાપવાની શરૂઆત કરી હતી. સાકેત અને પંચવટી જેવા ગ્રથ વર્ષ ૧૯૩૧માં પૂર્ણ કર્યા હતા. દેશપ્રેમ, સમાજ સુધારા, ધર્મ, રાજનીતિ જેવા વિષય પર રચના કરી હતી.