ભગવાન મહાવીરનો જન્મ ૫૯૯ ઈસ, પૂર્વે ચૈત્ર માસનાં શુક્લ પક્ષની તેરસે થયો હતો. તેથી જૈન ધર્મનાં અનુયાયીઓ આ દિવસને મહાવીર જયંતી તરીકે ઉજવે છે. ભગવાન મહાવીરને જૈનો ૨૪ મા તીર્થંકર તરીકે પૂજે છે. ભગવાન મહાવીરે હંમેશા જીવદયા અને અહીંસા આચરવાનો સંદેશો આપ્યો છે.
તેમનું માનવુ છે કે સૃષ્ટિ પરનાં તમામ જીવો પ્રત્યે દયાભાવનાં રાખવી જોઈએ. તેમનાં માટે બનતા પ્રયત્ન કરવા જોઈએ અને મનને શાંત તથા સ્થિર રાખવા માટે હંમેશા સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ. આવા સુંદર વિચારો ધરાવનાર મહાવીર ભગવાનનાં અનુયાયીઓ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધુ છે. આજે તેમનાં પ્રયત્નથી સમગ્ર વિશ્વમાં મોટા સમુદાયમાં લોકો ડુંગણી- લસણ જેવા ખોરાક છોડીને જૈનફૂડ ખાતા થઈ ગયા છે.
આવા સાત્વિક વિચાર ધરાવતા ભગવાન મહાવીરનો જન્મ દિવસ જૈનો ભગવાનની મૂર્તિનો અભિષેક કરીને તથા પ્રાર્થના કરીને ઉજવતા હોય છે. તો ચાલો મહાવીર જયંતીનાં આ પાવન પર્વએ આપણે પણ અહીંસા અને જીવદયા વિશે વિચારીએ.
ખબરપત્રીનાં તમામ વાચકોને મહાવીર જયંતીની શુભકામનાઓ…