નવા નરોડા ખાતે મહાવીર જન્મવાંચનની ઊજવણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગઈ કાલે જૈન ધર્મનાં પવિત્ર પર્વ એવા પર્યુષણ પર્વના પાંચમા દિવસે નવા નરોડા ખાતે આવેલા શ્રી લક્ષ્મીવિલા જૈન સંઘના દેરાસરમાં મહાવીર જન્મવાંચનની ઊજવણી કરવામાં આવી હતી.
આ નિમિત્તે જીરાવાલા યુવક મંડળના યુવાનો અને યુવતીઓએ ભેગા મળી મૂળનાયક જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની આંગી કરી હતી.
આંગીમાં સોના ચાંદીના વરખ, બાદલું તથા રત્નોનો ઊપયોગ કરવામાં આવ્યું હતું.

 

WhatsApp Image 2019 08 30 at 8.47.38 PM WhatsApp Image 2019 08 30 at 8.47.37 PM 1 WhatsApp Image 2019 08 30 at 8.47.40 PM
આ સિવાય જિનાલયને સાડીઓ, ફૂલો તથા અન્ય વસ્તુઓથી શણગારીને રંગોળી કરવામાં આવી હતી.
ભક્તિસંધ્યા અને કુમારપાળ રાજાની આરતીએ એક સમગ્ર વિસ્તારમાં અલૌકિક વાતાવરણનું સર્જન કર્યું હતું.

Share This Article