માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનુસાર, આયુર્વેદ શા†માં વાસ્તવિક રુપથી સમગ્ર વિશ્વમાં પ્રભાવિત કરવાની શક્તિ છે. આયુર્વેદની આ ક્ષમતાનો વધારેમાં વધારે ઉપયોગ કરીને હૃદય રોગ, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, મોટાપા તથા માનસિક તણાવ એવા, જીવનશૈલીથી સંબંધિત વિભિન્ન રોગોને પ્રતિબંધ કરવા માટે માધવબાગ છેલ્લાં ૧૫ વર્ષોથી કામ કરી રહી છે.
“ગુજરાત જીતેગા, ડાયાબિટીસ હારેગા” આ વિચાર સાથે માધવબાગ ખોલશે ગુજરાતભરમાં પોતાના આયુર્વેદિક સેન્ટર્સ. અને ભવિષ્યમાં અમદાવાદમાં ૮થી ૧૦ સેન્ટર ખોલશે. હાલ અમદાવાદના નેહરુનગર, જોધપુર સેટેલાઇટ, બોડકદેવ અને ચાંદખેડા ખાતે માધવબાગ ક્લિનિક્સના સેન્ટર શરુ કરવામાં આવ્યાં છે. નેહરુનગર ખાતે ડૉ. એમ.એન. શેખ, ડૉ. કંદર્પ આર. દેસાઇ, ડો. હાર્દિક મેહતા, બોડકદેવ ખાતે ડૉ. દિનેશચંદ્ર એચ. પંડ્યા, ડૉ. દિગીશ એમ. ઠક્કર, ભૂબારામ એન. પ્રજાપતિ, બાબૂલાલ પુરોહિત, ચાંદખેડા ખાતે ડૉ. હસમુખભાઇ જે. સોની, રાજશ્રી વી. કેસરી, અવજીત પાંડા, અને જોધપુર ખાતે ડૉ. પ્રેરક શાહ, ડૉ. ચૈતન્ય જી. ગાંધી, આર કે ચૌહાણ અને રાજકુમાર ભક્કર ઉપસ્થિત રહ્યાં હતાં.
માધવબાગના સીઇઓ ડૉ. રોહિત માધવ સાનેએ જણાવ્યું કે, “આજે, ભારતમાં આ રોગોની તીવ્રતા ભયંકર રીતે વધી રહી છે. વિશ્વના ચૌદ કરોડ ડાયાબિટીસ લોકોમાંથી લગભગ ૬.૯ કરોડ રોગી ભારતમાં છે. ભારતની જનસંખ્યાના પાંચ ટકા લોકો ડાયાબિટીસથી ગ્રસ્ત છે. અયોગ્ય આહાર, અનુચિત જીવન શૈલી, મોટાપા તથા માનસિક તણાવ આ કારણોથી આ સંખ્યા વધતી જ જાય છે અને હવે ઘર ઘરમાં ડાયાબિટીસ વ્યકિત જોવા મળે છે. આ જ સ્થિતિ હૃદય રોગના સંબંધમાં પણ છે. આવવાવાળા કેટલાંક વર્ષોમાં વિશ્વના સૌથી વધારે હૃદય રોગી ભારતમાં જ હશે, એવી ભવિષ્યવાણી વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કરવામાં આવી છે. હૃદય રોગના શલ્યક્રિયા તથા ઉપચારોના કારણે ભારતીયોંના કરોડો રુપિયા અનાવશ્યક રુપમાં ખર્ચ થઇ રહ્યાં છે. આ બિમારીઓના કારણે ભારતીય લોકોની કાર્યક્ષમતા તથા ઉત્પાદન ક્ષમતા પણ ઓછી થઇ રહી છે, જેનાથી થવાનું નુક્શાન એટલું વધારે છે કે તે ગણી શકાય છે.”
અમદાવાદમાં માધવબાગ સેન્ટર્સની ચાર શાખાઓ ૧). એફએફ ૧૧ એન્ડ ૧૨ બી-બ્લોક, સ્વિસ પ્લાઝા કોમ્પલેક્ષ, માણેકબાગ હોલ સામે, નેહરુનગર ખાતે, ૨). એફએફ ૧ એન્ડ ૨, પુષ્પક કો.એચએસઇ.લીમિટેડ, પ્રેરણાતીર્થ દેરાસર રોડ, જોધપુર સેટેલાઇટ ખાતે, ૩). ઘનશ્યામ એવન્યુ, ૮/૧૮૨ સનરાઇસ પાર્ક, એશિયા સ્કુલ પાસે, ડ્રાઇવ ઇન રોડ, બોડકદેવ ખાતે અને ૧૦૧, ૪). એફએફ, સર્જન-૨, પંજાબ નેશનલ બેન્ક ઉપર, ન્યુ સી.જી.રોડ, ચાંદખેડા ખાતે શરુ કરવામાં આવી છે.
૨૪ નવેમ્બરના રોજ થયેલ નેહરુનગર ખાતે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના ગર્વમેન્ટ અખંડઆનંદ આયુર્વેદ કોલેજ ભાંદ્રાના પ્રિન્સીપાલ ડૉ. એમ.એન. શેખ, ડૉ. કંદર્પ આર. દેસાઇ (એમ.ડી. આર્યુવેદ. સુપ્રીન્ટેડેન્ટ, મણીબેન એ.એચ.ગર્વમેન્ટ, આર્યુવેદ હોસ્પિસ્પટલ, અમદાવાદ), ડૉ. હાર્દિક મેહતા (એમડી (ચેસ્ટ એન્ડ ટીબી) ડી.ટી.સી.ડી. કન્સલ્ટન્ટ-ફીઝીશીયન એન્ડ પુલમોનોલોજીસ્ટ, અમદાવાદ અને ચાંદખેડા ખાતે મુખ્ય મહેમાન તરીકે ડૉ. હસમુખભાઇ જે. સોની ( પ્રેસિડેન્ટ, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ ઉનાની સિસ્ટમ ઓફ મેડિસૂન (ગર્વેમેન્ટ ઓફ ગુજરાત), રાજશ્રી વી. કેસરી (મ્યુનિસીપલ કોર્પોરેટર, અમદાવાદ), અવજીત પાંડા ( પ્રિન્સીપાલ – કેન્દ્રિય વિદ્યાલય સાબરમતી, ડૉ. મિતેશ સુખડીયા (આરએમડી-આયુર્વેદ રીસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર) લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
૨૫ નવેમ્બરના રોજ થયેલ બોડકદેવ ખાતે ડૉ. દિનેશચંદ્ર એચ. પંડ્યા (ડિરેક્ટર – આયુષ ગુજરાત સ્ટેટ), ડૉ. દિગીશ એમ. ઠક્કર (એમ.ડી આયુર્વેદા, ક્રિષ્ના આયુર્વેદમ, આનંદ નગર, અમદાવાદ), ભૂબારામ એન. પ્રજાપતિ (મેમ્બર – કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા), બાબૂલાલ પુરોહિત (ક્વિક બાઇટ હોટલ, અમદાવાદ) અને જાધપુર ખાતે ડૉ. પ્રેરક શાહ (આયુલિન્ક આયુર્વેદા હોસ્પિટલ, નવરંગપુરા, અમદાવાદ), ડૉ. ચૈતન્ય જી. ગાંધી ( એમ.ડી.પીડિયાટ્રિક), આર કે ચૌહાણ (સુપ્રીન્ટેડેન્ટ ઓફ કસ્ટમ એન્ડ સી.એક્સ, સેટેલાઇટ, અમદાવાદ, રાજકુમાર ભક્કર (લક્સ ઇન્ડસ્ટ્રિઝ લીમિટેડ, અમદાવાદ) લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
૨૦૦૬માં ડૉ. રોહિત માધવ સાને તેમણે મહારાષ્ટ્રના ખોપોલીમાં માધવબાગ આ વિશ્વના પહેલાં આયુર્વેદિક હૃદય રોગ ઉપચાર હોસ્પિટલની સ્થાપના કરી. આ હોસ્પિટલમાં સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ આ કોપી રાઇટ પ્રાપ્ત ઉપચાર પદ્ધતિ દ્વારા કોઇ પણ શલ્યક્રિયા વગર હૃદય રોગીઓ પર ઉપચાર કરવા લાગ્યાં. તે ઉપરાંત આ ઉપચાર વધારેમાં વધારે રોગીઓને સહજ રૂપથી ઉપલબ્ધ હોતાં વિભિન્ન સ્થાનોં પર માધવબાગ ક્લિનિક ચાલુ કર્યાં. આજે મહારાષ્ટ્ર, ગોવા, બલેગાંવ, મધ્યપ્રદેશ, તથા ઉત્તરપ્રદેશમાં માધવબાગના બે હોસ્પિટલ અને ૧૬૦થી વધારે ક્લિનિક કાર્યરત છે. આજ સુધી લાખો રોગીઓએ તેમાં હૃદય રોગ પર ઉપચાર કરાવી લીધાં છે. ૨૦૨૫માં ભારતભરમાં એક હજાર માધવબાગ ક્લિનિક્સ કાર્યરત હોય, એવું માધવબાગનું માનવું છે. ૨૦૧૭ તથા ૨૦૧૮ આ બે વર્ષોમાં અખંડિત રૂપથી માધવબાગને ફ્રોસ્ટ એન્ડ સુલિવન આ કંપની દ્વારા વૈધ્યક ક્ષેત્રમાં કાર્યરત ઉત્કૃષ્ટ સંસ્થાના નામથી સમ્માનિત કરવામાં આવ્યાં છે. તેનું સમર્થન એ છે કે, માધવબાગ આયુર્વેદના માધ્યમથી અનુસંધાન, ઉપચાર, પ્રશિક્ષણ અને જનજાગૃતિ એવા ચાર પ્રકારના કાર્ય કરી રહી છે. માધવબાગમાં આધુનિક વૈધ્યકિય નિદાન તથા પ્રોધ્યોગિકીઓના આધાર પર અચૂક રોગનિદાન તથા સ્વાસ્થ્ય સુધારનો વાસ્તવિક માપન કરવામાં આવે છે અને સાથે જ આયુર્વેદિક દવાઓ તથા પંચકર્મ દ્વારા રોગી પર ઉપચાર કરવામાં આવે છે. તેની સાથે યોગ્ય આહાર, યોગાભ્યાસ, ફિઝિયોથેરાપી વ્યાયામ અને માનસિક સ્વાસ્થ્ય માટે પ્રબોધનનો પણ પ્રયોગ કરવામાં આવે છે. તે બધાના કારણે રોગીનું સ્વાસ્થ્યમાં ઉલ્લેખનીય સુધાર હોય છે, તથા આ રોગથી મુક્તિ મેળવવાની દિશામાં પ્રગતિ કરે છે. રોગીનું આયુષ્યમાન (મોર્ટેલિટી) વધે છે અને તેને વારંવાર ઉપચાર કરવાની આવશ્યકતા (મોબિડીટી) પણ ઓછી થઇ જાય છે.
હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા રોગ ઉચિત જીવનશૈલી તથા આયુર્વેદની મદદથી પરત મોકલી શકાય છે આ વાસ્તવિકતા સમાજમાં પ્રસ્થાપિત કરવા માટે માધવબાગ દ્વારા વિભિન્ન ઉપક્રમ ચલાવવામાં આવે છે. બધી દવાઓ બંધ કર્યાં પછી પણ, ડાયાબિટીસ રોગીના શરીરમાં ખાંડનું પાચન કરવાની ક્ષમતા ટકાવી રાખે છે, એ વાત ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ (જી.ટી.ટી) આ નિદાનમાં સિદ્ધ થાય છે. આ નિદાનમાં સફળ થયેલ એક હજારથી વધારે રોગીઓનું સાર્વજનિક સમ્માન આજ સુધી માધવબાગના વિવિધ સમારોહમાં કર્યું છે. એક જ દિવસમાં દસ શહેરોમાં અને તેર વિવિધ સ્થાનોંમાં સંપન્ન થયેલ કાર્યક્રમોમાં ૬૬૧ ડાયાબિટીસ રોગીઓની આ સારવાર કરવાનું રાષ્ટ્રીય કીર્તિમાન પણ માધવબાગ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યાં. ઇન્ડિયા બુક ઓફ રેકોડ્ર્સમાં આ કીર્તિમાન સામેલ કરવામાં આવ્યાં છે.
બીમાર થવા પર બીમાર વ્યકિતએ ઉપચાર કરાવવું જેટલું મહત્વપૂર્ણ છે, એટલું જ મહત્વપૂર્ણ હોય છે સ્વસ્થ વ્યકિતએ પોતાનું સ્વાસ્થ્યના વિષયમાં જાગૃત રહેવું, કારણકે તે બીમાર જ ના પડે, આ વિચારની સાથે માધવબાગ હજારો કાર્યક્રમોનું આયોજન કરે છે. તેમાં આરોગ્ય વિષય પર વ્યાખ્યાન, કાર્યશાળા, નિદાન શિબીર વગેરેનું આયોજન કરવામાં આવે છે. ડોક્ટરોને પ્રશિક્ષિત કરવામાં આવે છે. વિવિધ પુસ્તકો તથા પત્રિકાઓ પ્રકાશિત કરવામાં આવે છે. રેડિયો, ટી.વી તથા ઇન્ટરનેટ આ માધ્યમોં દ્વારા સ્વાસ્થ્ય જનજગૃતિ કરવામાં આવી છે. આ જ ક્રમમાં વધતાં માધવબાદ દ્વારા હવે ગુજરાતમાં ક્લિનિક્સ પ્રારંભ કરવામાં આવી રહી છે.