અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચુ (504 ફુટ) જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણના સહયોગ અર્થે તેમજ દરેક સમાજના દરેક પરિવારો વિશ્વઉમિયાધામ મંદિર નિર્માણમાં સહભાગી બને તેવા ઉદ્દેશથી ગાયના ઘી તેમજ ઉચ્ચ ગુણવત્તા સભર મટીરીયલમાંથી બનાવેલ મીઠાઈ મા ઉમિયાના પ્રસાદરૂપે રાજ્ય-દેશ અને દુનિયાના દરેક ઘર ઘર સુધી પહોંચે તેવા અભિગમ ઉમા સ્વાદમનો શુભારંભ કરાયો છે.
જગત જનની મા ઉમિયાની પ્રસાદીરૂપે દરેક ઘર સુધી મીઠાઈ અને ફરસાણ પહોંચે તે હેતુંથી ઉમા સ્વાદમનું શુભારંભ કરાયો છે. જેનું ઓનલાઇન વેચાણ પણ શરૂ કરેલ છે. આ માટે વિશ્વઉમિયાધામની વેબસાઈટ ઉપર આપેલ લિંક ઉપર જઇ ઓર્ડર કરી શકાય છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને છેલ્લા એક વર્ષથી ઉમા સ્વાદમ નામથી મીઠાઈ અને ફરસાણનું વેચાણ શરૂ કરેલ છે. અને આ વેચાણથી મળતી નફાની રકમ મંદિરના નિર્માણમાં વાપરવાની છે. અને તે રીતે મીઠાઈ તેમજ ફરસાણ ખરીદનાર વ્યક્તિ આપોઆપ મંદિર નિર્માણમાં સહયોગી દાતા બની જાય છે. ઉમા સ્વાદમના નવા સ્ટોરનું ઉદ્ધાટન અમદાવાદના સાયન્સ સિટી રોડ પર કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ અતિથી તરીકે સમાજશ્રેષ્ઠી કનુભાઈ પી પટેલ એવમ્ નીતિનભાઈ આર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આશીર્વચન પૂજ્ય કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીએ આશીર્વચન આપ્યા હતા. ઉમા સ્વાદમ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે સમાજનો નાનામાં નાનો માણસ પણ દાન આપી શકે તે ઉદ્દેશ્યથી ઉમા સ્વાદમનો શુભારંભ કરાયો છે. ગુજરાત જ નહીં પણ અમેરિકા અને બ્રિટન સુધી મા ઉમિયાનો પ્રસાદ ઘર ઘર સુધી પહોંચે તે હેતું ઉમા સ્વાદમનો શુભારંભ કરાયો છે.
Gujarat: Sterling Accuris Diagnostics, recognized as one of the fastest-growing chains of NABL-accredited pathology laboratories in India, has a prominent...