વાલોડ પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
તાપી: તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકે લંપટ શિક્ષક વિરૂદ્ધ શિક્ષિકાએ છેડતીની ફરિયાદ કરતા શિક્ષણ જગતમાં ચર્ચાએ જાેર પકડ્યું છે. જેમાં બુહારી ગામની એક સંસ્થાની શાળામાં ફરજ બજાવતા શિક્ષક આરોપીએ ત્યાં ફરજ બજાવતી એક શિક્ષિકાની છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલ સંસ્થાની શાળામાં માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક આરોપી ઉત્તમભાઈ સોલંકીએ ત્યાં ફરજ બજાવતી શિક્ષિકાને ગુલાબનું ફૂલ આપી તેમજ ચિઠ્ઠી આપી તેનો પીછો કરી બીભત્સ માંગણીઓ કરતા શિક્ષિકાએ કંટાળી આખરે પોલીસનું શરણું લેવું પડ્યું હતું. જેમાં શિક્ષિકાએ વાલોડ પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ આપતા વાલોડ પોલીસે શિક્ષકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ લંપટ શિક્ષકની કરતૂતને લઈ સમગ્ર તાપી જિલ્લાના શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી છે.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more