અમદાવાદ : ગુજરાત પોલીસની પેપર લીક થવાના કારણે બીજી ડિસેમ્બરના દિવસે રદ કરવામાં આવેલી લોકરક્ષક દળ (એલઆરડી)ની ભરતી પરીક્ષા આજે રાજ્યભરમાં ૨૪૪૦ કેન્દ્રો પર લેવામાં આવનાર છે. આને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોઈપણ પ્રકારની અનિયમિતતા ન થાય તે માટે આ વખતે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. આ પરીક્ષામાં ૮.૭૬ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. તમામ વિદ્યાર્થીઓને છ જાન્યુઆરીના દિવસે યોજાનારી પરીક્ષામાં ભાગ લેવા માટે નવા કોલ લેટર એલઆરડી ૨૦૧૮ વેબસાઈટથી અને ઓજસ ગુજરાત વેબસાઈટથી ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું. બીજી ડિસેમ્બરના દિવસે તારીખવાળા કોલ લેટરથી પ્રવેશ આપવામાં આવશે નહીં.
છઠ્ઠી જાન્યુઆરીના દિવસના પ્રવેશપત્ર હોવાની સ્થિતિમાં જ પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે કહ્યું છે કે એલઆરડી ભરતી માટે નોંધણી કરાવનાર ૮.૭૬ લાખ વિદ્યાર્થીઓમાંથી ૬.૭૬ લાખ વિદ્યાર્થીઓએ છ જાન્યુઆરીની પરીક્ષા માટે નવા કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. બે લાખ આસપાસ વિદ્યાર્થી બાકી છે જે આ વિદ્યાર્થીઓ પણ હવે કોલ લેટર ડાઉનલોડ કરી ચુક્યા છે. તમામને કહેવાયું છે કે નવા પ્રવેશપત્ર લઈને જ પરીક્ષા કેન્દ્રમાં પહોંચવામાં આવે. નવા પ્રવેશપત્ર લીધા વિના પહોંચનારને પ્રવેશ આપવામાં આવશે નહીં. સહાયનું કહેવું છે કે આવતીકાલે યોજાનારી પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી લેવાઈ છે. લેખિત પરીક્ષામાં પણ વધુ સુરક્ષા રાખવામાં આવી રહી છે.
ગુજરાત સરકારે ઉમેદવારનો ઘરેથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધી જવા માટે તથા ઘરે પરત ફરવા માટે એસટી બસમાં મફત મુસાફરીની વ્યવસ્થા કરી છે. પરીક્ષાર્થી પ્રવેશપત્રમાં આપવામાં આવેલા સરનામાથી પરીક્ષા કેન્દ્ર સુધી પાંચમી જાન્યુઆરી સવારેથી છઠ્ઠ જાન્યુઆરી રાત્રે ૧૨ વાગ્યા સુધી પ્રવેશપત્ર અને ફોટો ઓળખપત્ર દર્શાવીને મફતમાં મુસાફરી કરી શકશે. એસટીમાં પહેલાથી જ રજસ્ટ્રેશન કરાવી શકાય છે. હજુ સુધ ૫૫ હજાર વિદ્યાર્થઓએ એસટીમાં નોંધણી કરાવી છે. જરૂર પડશે તો ખાનગી બસોની વ્યવસ્થા પણ કરાશે. રાજ્યમાં ૨૯ શહેરો અને જિલ્લાની ૨૪૪૦ સ્કુલોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
૨૯૨૦૦ રૂમમાં બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને પરીક્ષા આપતી વેળા બાયોમેટ્રિક રજીસ્ટ્રેશનની નોંધણી કરાવવી પડશે. એલઆરડીના ૯૭૧૩ હોદ્દા માટે આ પરીક્ષા લેવામાં આવી રહી છે. અમદાવાદમાં કુલ ૨૮૩ પરીક્ષા કેન્દ્રોથી આ પરીક્ષા લેવાશે. પરીક્ષા કેન્દ્રોને ૧૦૦ મીટરની હદમાં ચારથી વધારે વ્યÂક્ત એકત્રિત થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લાઉડ સ્પીકર વગાડવા, ફોટો સ્ટેટ કોપી મશીનો બંધ રહેશે. પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ અને ઈલેકટ્રોનિક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ રહેશે.