પતિ-પત્નીનો સંબંધ પવિત્ર હોય છે. બંને વચ્ચે પ્રેમના ફૂલ ખીલેલા રહે છે, પરંતુ વાર્તામાં પતિ-પત્ની અને વો આવી જાય ત્યારે તે સંબંધમાં પહેલા જેવી મીઠાશ નથી રહેતી. તેમાં પણ જો પતિ કે પત્ની બેવફાઇ કરે ત્યારે સંબંધ કલંકિત થઇ જાય છે. ડેડિયાપાડા તાલુકામાં આવું જ કંઇક બન્યુ છે.
ડેડિયાપાડા તાલુકાનાં ગઢ ગામની પરિણીતાને તેના પતિ સામે જ મુસ્લિમ યુવક ભગાડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા પરિણીત હોવા છતાં તે પોતાના પતિને ધક્કો મારીને નીચે પાડી મુસ્લિમ સાથે ભાગી ગઇ હતી. આ ઘટનાને લઇને મુસ્લિમ યુવાન સામે ફરિયાદ કરવામાં આવી છે.
ડેડિયાપાડાનાં ગઢ ગામની આદિવાસી પરિણીત મહિલા છાયા તારીખ 17 મેનાં રોજ સાંજે 6:30 વાગ્યે પોતાના પતિ અંકિત વસાવા સાથે બાઇક પર જઇ રહ્યા હતા. દરમિયાન આસિફ ઉર્ફે પયો અશરફભાઇ મોગલે ફરિયાદીનો પછી કર્યો હતો અને ડેડિયાપાડાથી કંકાલા ગામ વચ્ચે અટકાવી ઝપાઝપી કરી હતી અને અંકિતને રોડ પર પાડી દીધો હતો.
ત્યારબાદ આસિફ અંકિતાને લઇને ભાગી ગયો હતો. આ મામલે અંકિતે ડેડિયાપાડા પોલીસ મથકે આસિફ અશરફભાઇ મોગલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની જાણ સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે થઇ ગઇ છે. પોલીસ ફરિયાદ બાદ પરિણીતાને કેટલા સમયમાં શોધશે તે જોવાનું રહેશે.