લુઇ ફિલિપે ગુજરાતના વડોદરામાં એનો લાર્જ ફોર્મેટ સ્ટોર પ્રસ્તુત કર્યો 

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડની ભારતની અગ્રણી પ્રીમિયમ મેન્સવેર બ્રાન્ડ લુઇ ફિલિપે ગુજરાતના વડોદરામાં એનું આઉટલેટ શરૂ કરવાની જાહેરાત કરી છે. શહેરના હાર્દમાં સ્થિત આ સ્ટોર આર સી દત્ત રોડ, અલ્કાપુરીમાં સ્થિત છે અને પુરુષો માટે વસ્ત્રોની બહોળી રેન્જ ઓફર કરે છે.

લુઇ ફિલિપનો સ્ટોર શર્ટ, ટ્રાઉઝર અને બ્લેઝરમાં વિશિષ્ટ ડિઝાઇનો અને નવી સ્ટાઇલની બહોળી રેન્જ ધરાવે છે, જેમાં પરમાપ્રેસ, આઇકોનિક, રિન્કલ-ફ્રી, 100 ટકા કોટન શર્ટ તથા ગોડ્સ એન્ડ કિંગ્સ લાઇન સામેલ છે, જે દુનિયાના શ્રેષ્ઠ કોટનના ફેબ્રિકમાંથી બનેલું છે. આ સ્ટોર લુઇ, પ્રીમિયમ કેઝ્યુઅલ વેર કલેક્શન અને લક્ઝર પણ ઓફર કરે છે.

2,600 ચોરસ ફીટનો આઉટલેટ કેઝ્યુઅલ શર્ટ અને ટ્રાઉઝર, એથ્વર્કનું બહોળું સિલેક્શન ઓફર કરે છે, જે સ્લિમ-ફિટ સ્ટાઇલ અને સિલહટ પર કેન્દ્રિત છે, એથ્પ્લે સ્ટાઇલ અને પર્ફોર્મન્સ પર કેન્દ્રિત એથ્લેઇઝર રેન્જનું કલેક્શન છે તેમજ એલપી જીન્સ – વિવિધ કલર અને ઉત્કૃષ્ટ ફિટની વિવિધતામાં નિટ ડેનિમનું બહોળું સિલેક્શન છે.

આ લોંચ પર લુઇ ફિલિપના સીઓઓ ફરિદા કલિયાદાને કહ્યું હતું કે, “અમે ફેશનમાં પરિવર્તનને આગળ વધારીએ છીએ અને સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય ફેશનની સર્વસુલભતામાં માનીએ છીએ. આ સ્ટોર સાથે અમે ગુજરાતમાં અમારી કામગીરીનું વિસ્તરણ કરીશું. સ્ટોર દેશની પ્રીમિયમ મેન્સવેર બ્રાન્ડને નાનાં શહેરો-નગરોમાં વધારે સુલભ અને વાજબી બનાવશે. આ કલેક્શનનો ઉદ્દેશ ફેશનની અભિવ્યક્તિ માટે અમારા ગ્રાહકોની માગ પૂર્ણ કરવાનો છે.”

નવા સ્ટોરની પ્રારંભિક ઓફરના ભાગરૂપે ગ્રાહકો લઘુતમ રૂ. 3,999ની ખરીદી પર રૂ. 1,000નું ડિસ્કાઉન્ટ મેળવશે.

સ્ટોરનું સરનામું:  લુઇ ફિલિપ, સેન્ટર પોઇન્ટ, આર સી દત્ત રોડ, વડોદરા – 390007

Share This Article