રાજકોટ
એક કંપનીનું ડુંગળીનું બિયારણ જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તેમાં ડુંગળીના ગાંઠિયા બંધાયા નથી. તેમજ કલર પણ લાલ હોવો જાેઇએ તે પણ નથી. ડુંગળીની ગાંઠો પ્રમાણમાં એકદમ નાની સાઇઝની થઇ છે. પાકવાનો સમય થઇ ગયો હોવા છતાં આ ડુંગળીમાં ઉતારો બેસે તેમ નથી. આથી ખેડૂતોને વિઘાદીઠ ૩૦થી ૪૦ હજારની રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બીજુ એ કે, બીજી ડુંગળીના ભાવ કરતા આ ડુંગળીના ભાવ પણ ઘણા ઓછા મળે તેમ છે. બિયારણના ડિલર અને કંપનીમાં પણ ખેડૂતોએ રજૂઆતો કરી હતી છતાં આજ દિવસ સુધી કોઇ જવાબ મળ્યો નથી. આથી ખેડૂતોએ ડુંગળીનો દડા તરીકે ઉપયોગ કરી ક્રિકેટ રમી આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. તેમજ સરકાર અને બિયારણ કંપનીનું ધ્યાન દોરાય અને ખેડૂતોનાં હિતમાં વળતર મળે તેવી માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બાબતે બિયારણ કંપની અને ડિલરને ફરિયાદ કરવા છતાં જવાબ નહીં આપતા ખેડૂતો વિરોધ કરવા માટે મજબૂર બન્યા હતા. ડુંગળીનું બિયારણ પંચગંગા કંપનીમાંથી ખરીદ્યું છે. પોણા ચાર મહિના થયા પરંતુ હજી ડુંગળીની ગાંઠ બંધાતી નથી. આ ડુંગળી પાછળ મેં ખાતર, દવાનો મોટો કર્ચ કરી નાખ્યો છે. જાેકે પોણા ચાર મહિને પણ ડુંગળીમાં યોગ્ય વળતર મળે તેવું લાગતું નથી. પછી અમે બિયારણ જાેયું તો ડુપ્લિકેટ બિયારણ આવી ગયાનું જાણવા મળ્યું છે. કંપનીવાળાને પણ રજુઆત કરી પણ કાલે આવી, પરમ દિવસે આવીએ તેવું કહ્યા રાખે છે. કૃષિમંત્રી અને સરકારને કહેવું છે કે, આ કંપની મારફત અમને વળતર આપો. ખેડૂત દિપકભાઈ બાલધાએ જણાવ્યું હતું કે, અમારે પંચગંગા સરદાર કંપનીનું ડુંગળીનું ડુપ્લિકેટ બિયારણ આવી ગયું છે. આ બિયારણમાં કોઈ ગાંઠિયો બંધાયો નથી. હજારો વિઘામાં આ બિયારણ વાવેલું છે. આજે ૧૦૦થી વધુ ખેડૂતો એકત્ર થઈ ડુંગળીના દડાને દડો બનાવી ક્રિકેટ રમી વિરોધ કર્યો હતો. સરકાર પાસે એટલી જ માગણી છે કે, આ કંપની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે જેનાથી ભવિષ્યમાં આ રીતે અન્ય ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે નહીં.જામકંડોરણામાં વેપારીએ ખેડૂતોને ડુંગળીનું ખરાબ બિયારણ ધાબડી દેતા આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આથી બિયારણ કંપની પાસે વળતર આપવાની માગ સાથે નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ૧૦૦ જેટલા ખેડૂતો એકઠાં થઇ ડુંગળીને દડો બનાવી ખેતરમાં ક્રિકેટ રમી રોષ ઠાલવ્યો હતો. તેમજ માથા પર ડુંગળી મૂકી સુત્રોચ્ચાર સાથે કંપની પાસે વળતરની માગ કરી હતી. હજારો વિઘામાં આ બિયારણ વાવતા એક ખેડૂતને એક વીઘે ૩૦થી ૪૦ હજારની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.