વિશ્વની સૌથી વિશાળ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ કર્ણાવતી ૨૫ વર્ષથી વધુ સમયથી પ્રતિબદ્ધતાથી ‘મિશન ઓફ યુનિવર્સલ બ્રધરહૂડ’ માટે કામ કરી રહી છે જેમાં લાયન્સ ક્લબ તેના ‘વી સર્વ’ના લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલના સિદ્ધાંત પર કામ કરે છે, જે ખુદ વિશ્વનું સૌથી વિશાળ હ્યુમેટેરિયન સર્વિસ ઓર્ગેનાઈઝેશન છે.
આ ‘યુનિવર્સિલ બ્રધરહૂડ મિશન’ના ભાગરૂપે આ ક્લબ તેના બે સમર્પિત સભ્યો પ્રકાશ પટેલ અને હિરેન પટેલ ધરાવીને ગૌરવ અનુભવે છે જેઓ બંને આગામી ૯૦ દિવસમાં ૨૨૦૦૦ કિમીનો વિશ્વભરમાં પ્રવાસ કરી ને ‘મોટર બાઈક એડવેન્ચર’ પર જવાના છે. તેઓ બંને લાયન્સ ક્લબના ઉમદા અભિયાન ‘વી સર્વ’નો પ્રચાર આ પ્રવાસ દરમિયાન કરશે જેમાં તેઓનો પ્રથમ મુકામ લંડન રહેશે.
૪૮ વર્ષીય પ્રકાશ પટેલ કે જેઓ સાહસિક બાઈકર છે અને બાઈકીંગનો બહોળો અનુભવ ધરાવે છે અને જ્યારે હિરેન પટેલ ૫૯ વર્ષની વય ધરાવે છે કે જેઓ પણ બાઈકીંગમાં બહોળો અનુભવ ધરાવે છે, જે સિદ્ધ કરે છે કે કોઈપણ મહત્ત્વાકાંક્ષા કે ઉત્સાહ માટે ઉંમરનો કોઈ બાધ આડે આવતો હોતો નથી. આ માટે બંને સાહસિક બાઈકરોને લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી ફાઉન્ડેશનના પ્રમુખ મુકેશ ચૌધરી તથા ચેરમેન સુભાસ દસાની ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બંને બાઈકર્સ ૨૪મી એપ્રિલે અમદાવાદથી પ્રવાસ શરૂ કરશે અને ભારતમાં શરૂઆતના ૧૦ દિવસ પ્રવાસ ખેડીને તેઓ મ્યાંમારમાં પ્રવેશ કરશે જ્યાંથી તેઓ ચીન, કિર્ગીસ્તાન, કઝાકસ્તાન, રશિયા, ઈસ્ટોનિયા, લેટિવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, જર્મની, હોલેન્ડ અને બેલ્જિયમ જશે. અંતિમ ચરણમાં તેઓ બેલ્જિયમના બ્રસેલ્સમાં જશે અને ત્યાંથી ફ્રાન્સના કેલેઈસ ખાતે પહોંચશે. જ્યાંથી તેઓ ફેરી દ્વારા યુકે પહોંચશે.
આ સમગ્ર ૨૨૦૦૦ કિમીના પ્રવાસમાં પ્રકાશ પટેલ અને હિરેન પટેલ એમ બંને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ કર્ણાવતીના સભ્યો લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતીના માનવતાવાદી અભિયાન વિશે અનેક ફોરમ્સને સંબોધન કરશે અને લોકોને લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલમાં જોડાઈને આવા અનેક મિશનો દ્વારા તેમનો સહયોગ દરેક સ્થળે રહેલા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા આવકારશે.
સૌથી વિશાળ હ્યુમેનિટેરિયન ક્લબ લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી હંમેશા ‘સર્વિસ પ્રોજેક્ટ’ પર ખાસ લક્ષ આપે છે જેમાં ગુજરાતના જરૂરિયાતમંદ અને નબળા વર્ગના લોકોને મદદ માટે તત્પર રહે છે. આ પ્રોજેક્ટની શાખાઓમાં ૧) લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આઈ હોસ્પિટલ ૨) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા લાયન્સ કિડની ડાયાલિસીસ સેન્ટર, ૩) લાયન્સ કર્ણાવતી બ્લડ બેન્ક, ૪) લાયન્સ પેથોલોજી લેબોરેટરી, ૫) લાયન્સ આઈસીયુ ઓન વ્હીલ્સ અને લાયન્સ ડેન્ટલ ક્લીનીક તથા ૬) લાયન્સ કર્ણાવતી એલએમએલ સ્કૂલ સામેલ છે
દુનિયાને લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી સમગ્ર વિશ્વ તરીકે જૂએ છે અને આમ તેમના પાસ્ટ પ્રેસિડન્ટ પ્રવીણ છાજેડ દ્વારા વિશ્વમાં તેનું નેતૃત્વ કરવામાં આવ્યું છે, જેઓ ‘ઈન્ટરનેશનલ પ્રેસિડન્ટ’ તરીકે ડિસ્ટ્રીક્ટ નામાંક્તિ કરવામાં આવ્યા છે. જે ૧૦૧ વર્ષનો ઈતિહાસ ધરાવે છે અને છતાં માત્ર ત્રણ વ્યક્તિઓએ સમગ્ર લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલનું વિશ્વભરમાં નેતૃત્વ કર્યુ છે. હાલના ઈન્ટરનેશનલ પ્રમુખ નરેશ અગરવાલ અને પાસ્ટ ઈન્ટરનેશનલ પ્રેસિડન્ટ્સ રોહિત મહેતા અને ડો.અશોક મહેતા રહ્યા હતા અને ભારતમાંથી ચૂંટાય તો પ્રવીણ છાજેડ માત્ર ચોથા ઈન્ટરનેશનલ પ્રેસિડન્ટ હશે, જેઓ ભારતની મજબૂત હ્યુમેનિટેરિયન ફૂટ પ્રિન્ટસ વિશ્વભરમાં સ્થાપશે.