લિમિટેડ ટાઇમ ઓફર: વિયેતજેટ દ્વારા સર્વ રુટ્સની ટિકિટો પર 50 ટકા છૂટ

Rudra
By Rudra 2 Min Read

વિયેતનામના રિયુનિફિકેશન દિવસની ઉજવણી નિમિત્તે વિયેતનામની અગ્રણી નવા યુગની એરલાઈન્સ વિયેતજેટ દ્વારા 18મી એપ્રિલ, 2025 સુધી તેના ફ્લાઈટ નેટવર્કમાં ઈકો-ક્લાસ ભાડાં પર 50 ટકા () સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓ 28મી એપ્રિલ અને 30મી નવેમ્બર, 2025 (*) વચ્ચે પ્રવાસ માટે www.vietjetair.com થકી અને વિયેતજેટ એર મોબાઈલ એપ થકી બુકિંગ કરે ત્યારે પ્રોમો કોડ VJ50 ઉપયોગ કરીને આ ડીલનો લાભ લઈ શકે છે.

WhatsApp Image 2025 04 15 at 17.03.17 2

આ ખુશી બેગણી કરતાં વિયેતજેટ 30 જૂન, 2025 (**) સુધી તેના નવા ઈન્ટરનેશનલ રુટ્સ પર ફ્લાઈટ બુક કરતા અને સ્કાયજોય મેમ્બરશિપ માટે નોંધણી કરતા પ્રવાસીઓ માટે 1.000 સ્કાયપોઈન્ટ્સ પણ આપશે. સ્કાયજોયના મેમ્બરે 250થી વધુ ટોપ-ટિયર બ્રાન્ડ્સ પાસેથી એક્સક્લુઝિવ રિવોર્ડસ માટે પોઈન્ટ્સ રિડીમ કરી શકે છે.

2025ના આરંભથી વિયેતજેટ દ્વારા મુખ્ય વિયેતનામી શહેરોથી ચીન, ભારત, જાપાન અને સિંગાપોરમાં લોકપ્રિય સ્થળોને જોડતા 10 નવા ઈન્ટરનેશનલ રુટ્સની પણ ઘોષણા કરવામાં આવી છે, જે તેની વૈશ્વિક પહોંચને વધુ મજબૂત બનાવશે. નવા ઉમેરામાં હૈદરાબાદ અને બેન્ગલુરુથી વિયેતનામું સૌથી મોટું મહાનગર અને આર્થિક પાવરહાઉસ હો ચી મિન્હ સિટી સુધી નોન-સ્ટોપ સેવાઓનો સમાવેશ થાય છે.

WhatsApp Image 2025 04 15 at 17.03.17 1

બે નવા રુટ્સ સાથે વિયેતજેટ સપ્તાહમાં 78 ફ્લાઈટ સાથે 10 ડાયરેક્ટ રુટ્સ ચલાવતાં ભારત અને વિયેતનામ વચ્ચે સૌથી વ્યાપક ફ્લાઈટ નેટવર્ક સાથેની એરલાઈન્સ તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. આ નેટવર્ક નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચી, હૈદરાબાદ અને બેન્ગલુરુને વિયેતનામનાં મુખ્ય કેન્દ્રો હો ચી મિન્હ સિટી, હનોઈ અને દા નાંગને જોડે છે.

ભારતીય પ્રવાસીઓ બાલી, કુઆલા લમ્પુર, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા તથા નોર્થઈસ્ટ એશિયાનાં મુખ્ય શહેરો જેવાં લોકપ્રિય સ્થળો વિયેતજેટના ઈન્ટરનેશનલ નેટવર્ક થકી વિયેતનામ થકી જોડતા વિવિધ પ્રકારના કિફાયતી ફ્લાઈટ વિકલ્પોની પણ ખોજ કરી શકે છે.

(*) કરો અને ફી સમાવિષ્ટ નથી.

(**) જાહેર રજાઓ સમાવિષ્ટ નથી.

Share This Article