રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં હળવા વરસાદની આગાહી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે માવઠું થવાની સંભાવના
અમદાવાદ
: હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે. વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી ૨૪ કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતામાં વધારો જાેવા મળ્યો છે. જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે. તો કચ્છ અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Share This Article