લેમન ટીનો ઉપયોગ સામાન્ય રીતે મોટા ભાગના લોકો વજન ઘટાડી દેવા માટે કરતા રહે છે. પરંતુ તેનો ઉપયોગ ચહેરા પર ચમક લાવવાની સાથે સાથે પિંપલ્સને દુર કરવા અને બ્લૈકહેડ્સ ને દુર કરવા માટે પણ કરવામાં આવે છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. લેમન ટીને સરળ રીતે બનાવી શકાય છે. પાણીને સૌથી પહેલા ગરમ કરી લેવાની જરૂર હોય છે. ત્યારબાદ તેમાં થોડાક પ્રમાણમાં ચા પત્તી નાંખી દેવી જોઇએ.
જ્યારે તે ગરમ થઇ જાય ત્યારે તેને આગ પરથી ઉતારી લઇને તેમાં લિબું નાંખી દેવામાં આવે તે જરૂરી છે. ઠડું તઇ ગયા બાદ તેને રુથી ચહેરા પર લગાવવાની જરૂર હોય છે. એક કલાક બાદ પાણીથી ધોઇ નાંખવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોના ચહેરા પર પિંપલ્સ નિકળે છે. તેમના માટે લેમન ટી ખુબ ફાયદાકારક હોય છે. લેમન ટીથી દરરોજ ફેશ વોશ કરવાથી પિંપલ્સની સમસ્યાથી રાહત મળે છે. તેમાં જોવા મળતા ગુણના કારણે સ્કીનમાં જન્મ લેતા ઝેરી તત્વો રહેતા નથી.
બ્લૈકહેડસની સમસ્યાથી પણ આના કારણે રાહત મળે છે. લેમન ટી આમાં ઉપયોગી સાબિત થાય છે. નિયમિત રીતે ૧૫ દિવસ લગાવવાથી ફાયદો થાય છે. તે સ્કીનમાંથી એકસ્ટ્રા ઓઇલને પણ દુર કરે છે. લેમન ટીને એક કપમાં ઉકાળીને ત્યારબાદ તેનાથી ચહેરાથી ધોઇ કાઢવાથી પણ ફાયદો થાય છે.