સામાન્ય રીતે દરેક ઘરમાં તુલસી, ગુલાબ અને મોગરા, એલોવેરા વગેરે પ્લાન્ટ આપણે જોયા હશે. જે દરેક સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી સાબિત થયા છે. આજે આપણે એક એવા જ હર્બ વિશે વાત કરીશુ, જે આપણા ગાર્ડનની શોભા વધારશે સાથે જ કિચન પણ મહેકાવશે. તે અનેક એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર છે. સ્વાસ્થ્ય માટે પણ દુલૅભ ફાયદા ધરાવે છે. જેને ખુબજ સરળતાથી ઘરમાં ઉછેરી શકાય છે.
લેમનગ્રાસ વિશે વાત કરીશુ, જે તેની સ્ટ્રોંગ અને ખુશનુમા સુગંધ અને તેના યુનિક ફ્લેવરના લીધે ખુબ પ્રખ્યાત બન્યું છે. જે મુખ્યત્વે થાઈ અને એશિયન ક્યુઝિનમાં વધુ વપરાતું જોવા મળે છે. આપણે રૂટિનમાં જેમકે રેગ્યુલર મિલ્ક ટી, ગ્રીન હર્બલ ટી, ડીટોક્સ વોટર,સૂપ, દેશી ઉકાળો વગેરે પીણાં તરીકે ઉપયોગી છે.
લીલી ચાની વાવણી અને માવજત :
➔સૌ પ્રથમ ફ્રેશ લીલી ચાનો છોડ ખરીદી લો. ત્યારબાદ તેમાં જો સૂકા પાન દેખાય તો તેને દૂર કરી પાણી ભરેલ કાચના જગ અથવા ગ્લાસમાં તેને સૂર્ય પ્રકાશ વધુ મળી રહે તેમ રાખી મુકો. થોડા દિવસમાં તેમાં નાના મૂળિયાં જોવા મળશે. ત્યારબાદ તેને માટી ભરેલ કુંડામાં રોપી દેવો. હવા અને સૂર્ય પ્રકાશ વધુ મળે તેવી જગ્યા પર જ ફરી રાખી નિયમિત પાણી આપવું.
➔ જયારે તેના પાનની જરૂર પડે ત્યારે તમે લઇ શકો છો. તેને નિયમિત હવા પાણી મળી રહેવાથી તે ટૂંકા સમયગાળામાં 5 થી 6 ફૂટ જેટલી ઉંચાઈ પર આવી શકે છે જેથી નિયમિત તેના ઉપરના પાન કાપવા જરૂરી છે.
➔શિયાળા દરમ્યાન તેની ઉગવાની ઝડપ ઘટી જાય છે જેથી તે સમય દરમ્યાન તેને બને તેટલું ઓછું પાણી આપવું. સામાન્ય રીતે લેમનગ્રાસને વધુ પાણીની આવશ્યકતા રહેતી નથી.
ફાયદા :
➔મચ્છર દૂર રાખે છે
➔શરદી અને ફ્લૂ ઇન્ફેકશનથી બચાવે છે.
➔ ત્વચા અને વાળની માવજત માટે
➔હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે
➔એન્ટી ઓક્સિડેન્ટ્થી ભરપૂર
➔પાચન સુધારે
ઉપરોક્ત દરેક ફાયદા મેળવવા અને હોમ ગાર્ડન સુશોભિત રાખવા એક વાર લેમનગ્રાસની વાવણી અચૂક કરવી.