મુંબઈ : લક્ષ્મીવિલાસ બેન્કના શેરમાં જોરદાર તેજી રહી હતી. ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ સાથે મર્જરના અહેવાલ આવી રહ્યા છે ત્યારે જોરદાર ચર્ચા જામી છે. લક્ષ્મીવિલાસ બેન્ક અથવા તો એલવીબી અને ઈન્ડિય બુલ્સ હાઉસીંગ બોર્ડના મર્જરને લઈને ટુંકમાં બેઠક યોજાનાર છે. મર્જરથી બંને કંપનીઓને ફાયદો થશે. ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ માટે મર્જર થવાની સ્થિતિમાં એસેટ લાયબિલિટી મીસ્મેચની સમસ્યા દુર કરી શકાશે.
સાથે સાથે ઓછા ધિરાણના ખર્ચને પણ ટાળી શકાશે. સાથે સાથે અન્ય રિટેલ બેન્કીંગ પ્રોડક્ટમાં પણ તે વધારે સરળ રીતે આગળ વધી શકશે. ઈન્ડિયા બુલ્સ દ્વારા વધુ સારા શેર-સ્વેપ રેશિયોની ઓફર કરવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. બેલેન્સીટમાં લક્ષ્મીવિલાસ બેન્ક માટે સુધારો થશે. સાથે સાથે ખૂબ જ જરૂરી એવા ગ્રોથ કેપિટલને સુધારી શકાશે. લક્ષ્મીવિલાસ બેન્ક મર્જરની સ્થિતિમાં ક્લાઈન્ટના બેઝને પણ વધુ સુધારી શકશે.
છેલ્લા થોડાક મહિનાથી સંભવિત મર્જરને લઈને ચર્ચા વિચારણા કરી રહેલી આ બે ફાઈનાન્સિયલ સંસ્થાઓ હવે એવા તબક્કા પર પહોંચી ચુકી છે જ્યા એક દરખાસ્ત રેગ્યુલેટરી મંજુરી મેળવવા માટે તૈયાર કરવામાં આવી શકે છે. એલવીબી બોર્ડની બેઠકમાં માર્ચની શરૂઆતમાં તમામ પાસા ઉપર ચર્ચા થઈ હતી. જાકે બેન્ક મેનેજમેન્ટે તે વખતે શેર-સ્વેપ રેશિયોના સૂચનને લઈને કેટલીક દુવિધા રજુ કરી હતી. બીજી બાજુ ઈન્ડિયાબુલ્સ દ્વારા સુધારવામાં આવેલા શેર એક્ષચેન્જ રેશિયો સાથે નવી ઓફર મુકી છે. આનાથી સ્થિતિમાં વધુ સુધારો થશે. બે કંપનીઓના શેર કિંમતોને લઈને પણ મર્જર રેશિયો કામ કરનાર છે.