બહાર નીકળીને પોતાના સપનાને પુરા કરવાની ઈચ્છા રાખવાવાળી મહિલાઓની વધતી ચિંતાને દૂર કરવા માંટે બ્રાન્ડ આઈડિયા એ એક અનન્ય મોબાઈલ આધારિત સમાધાન, આઈડિયા સખી રજુ કર્યું છે આ સેવા નિશુક્લ સેવા દેશની બધી મહિલા ગ્રાહકો ને આઈડિયા પ્રીપેડ અને પોસ્ટપેઈડ સેવા પર ઉપલબ્ધ છે આનો ઉપયોગ સ્માર્ટફોન અને બેઝિક ફીચર ફોન પર પણ ઉપલબ્ધ છે. આઇડિયા સખી પાસે ત્રણ અત્યંત ઉપયોગી લાક્ષણિકતાઓ છે – ઇમર્જન્સી એલર્ટ્સ, ઇમરજન્સી બેલેન્સ અને પ્રાઇવેટ નંબર રિચાર્જ.
આઇડિયા સખી સેવાને લોન્ચ કરતાં વોડાફોન આઇડિયાના ઓપરેશન્સ ડાયરેક્ટર – માર્કેટિંગ અવનીષ ખોસલાએ જણાવ્યું કે, “ટેકનોલોજી અવરોધોને દુર કરી ગ્રાહકોની જિંદગીની સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ કરી શકે છે. અમારી લગભગ અડધી જનસંખ્યા મહિલાઓની છે અને તેમાંથી ૫૯ ટકા મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. એટલે અમે તેમની રક્ષા તથા સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છે. આઇડિયા સખીની સાથે અમે સામાજિક ઉદ્દેશ્ય માટે ટેકનોલોજીના ઉપયોગ અને સમાવિષ્ટ લાવવાની પોતાની લોંગ ટર્મ કમિટમેન્ટને પૂરી કરી રહ્યા છે.”
આન્તરરાષ્ટ્રીય વિમેન્સ વીકમાં લોન્ચ કરાયેલ આ સેવા તેલંગાણા, આસામ અને ઉત્તર પૂર્વ ઉપરાંત આંધ્રપ્રદેશ અને તેલંગાણા માં આઇડિયાના મહિલા ગ્રાહકોને ઉપલબ્ધ કરાઈ છે તમિલનાડુ, કેરળ ગુજરાત, જમ્મુ, કાશ્મીર, મહારાષ્ટ્ર અને ગોવા, એમપી અને છત્તીસગઢ અને દિલ્હી, બિહાર તથા ઝારખંડ, કોલકાતા તથા રેસ્ટ ઓફ વેસ્ટ બંગાલ, પંજાબ અને ઓડિશાની આ મહિને આ તમામ ૨૨ વર્તુળોમાં શરૂ થશે
આઇડિયા સખી બધા સ્માર્ટફોન અને ફીચર ફોન પર કામ કરશે અને તથા ગ્રાહકની પાસે વોઇસ અને ડેટાનું બેલેન્સ નહીં હોય તો પણ આ કામ કરશે. આ પ્રકાર આ સેવા મહિલાઓને જરુરત પડવા પર સદૈવ સરળતાથી ઉપલબ્ધ રહશે.
મહિલા ગ્રાહકો બે સરળ ચરણમાં આઇડિયા સખી માટે રજિસ્ચર કરી તેને એક્ટિવેટ કરી શકે છે: પહેલું ચરણ : મલ્ટી – લિંગ્વલ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૦૦ પર કોલ કરો.
બીજું ચરણ : ઇમરજન્સી કોન્ટેક્ટ (પરિવાર તથા દોસ્ત) રજિસ્ટર કરાવો. ઇમરજન્સી કોન્ટેક્ટમાં વધારે ૧૦મોબાઇલ નંબર સેવ કરી શકાય છે.
રજીસ્ટર્ડ આઇડિયા સખી ગ્રાહકને મળશે.
- ૧૦ આંકડાનો પ્રોક્સી નંબર, જેના દ્વારા તે પોતાના વાસ્તવિક મોબાઇલ નંબર બતાવ્યા વગર કોઇપણ રિટેઇલ સ્ટોરથી પોતાના કનેક્શન રિચાર્જ કરાવી શકશે.
- જ્યારે તેનું બેલેન્સ રુ.૧થી ઓછો થઇ જશે અથવા તેનો ડેટા પેક પતી જશે, તો તેને ૧૦ મિનિટ મફત લોકલ / એસટીડી કોલ્સ, ૧૦ એસએમએસ અને ૧૦૦ એમબી ડેટા મળશે.
ઇમરજન્સી અથવા સેફ એલેર્ટ મોકલવા માટે સખી યૂઝરને કરવાનું રહેશે :
ઇમરજન્સી એલર્ટ મોકલવા માટે ૫૫૧૦૦ પર મિસ કોલ કરવાનો રહેશે. સખી યૂઝરના સ્થાન અને સમયની જાણકારીની સાથે એક કોલ, ફ્લેષ અને એસએમએસ ઇમરજન્સી કોન્ટેક્ટને મોકલશે અને તેમને એલર્ટ કરવામાં આવશે.
સેફ એલર્ટ મોકલવા માટે ૫૫૧૦૦ પર કોલ કરો અને ૨ દબાવો. સખી યૂઝરના સ્થાન તથા સમયની જાણકારી સાથે એસએમએસ મદદ માટે ઇમરજન્સી કોન્ટેક્ટને મોકલી દેવામાં આવશે.
આઇડિયા સખી સેવાના વિશે વોડાફોન આઇડિયા લિમિટેડના નેશનલ બ્રાન્ડ હેડ, સુનીતા બાંગર્ડે કહ્યું, “બ્રાન્ડ આઇડિયા હંમેશા એવી રીતે કામ કરે છે, જેનાથી લોકોના જીવનમાં પરિવર્તન આવે. આઇડિયા સખી દ્વારા બ્રાન્ડ આઇડિયા મહિલાઓને પોતાના સપના પૂરા કરવા માટે પોતાના જીવનમાં આગળ વધવાની સ્વતંત્રતા આપે. જ્યારે કોઈ મહિલાઓ પોતાના ઘરની બહાર નિકળે છે, તો તેમની સુરક્ષાની જરુરતને આપણે સમજીએ છીએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના વિશેષ અવસર પર અમે ભારતની મહિલાઓને આઇડિયા સખી પ્રસ્તુત કરી રહ્યાં છે, જેના દ્વારા તે વધારે સુરક્ષિત અને આત્મવિશ્વાસ મહેસૂસ કરી શકશે – હવે આઇડિયા હૈ ઉડને કા”