જયપુરઃ વિશ્વની અગ્રણી એરહોસ્ટેસ ટ્રેનિંગ સંસ્થા એવી ફ્રેંકફિન ઇન્સ્ટિટ્યુટ દ્વારા જયપુર ખાતે ગોપાલપુર બાયપાસ રોડ સ્થિત તેના વિશ્વસ્તરના નવા આધુનિક ટ્રેનિંગ સેન્ટરને કાર્યરત કરવામાં આવ્યું છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે એમટીવીના બહુ પ્રચલિત શો ઈન્ડિયાઝ નેક્સ ટોપ મોડલની વિનર રીયા સૂબોધ તથા પંડિતજી શ્યામ સિંહ ચૌહાણ હાજર રહ્યાં હતા. આ સમારંભમાં બાલાજી ગ્રુપના ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ સામેલ રહ્યાં.
સંપૂર્ણ રીતે આધુનિકતાથી સજ્જ આ ટ્રેનિંગ સેન્ટર બે મોક એરક્રાફ્ટ્સ, છ મોર્ડન ક્લાસરૂમ્સ, કોમ્પુટર લેબ અને છોકરા અને છોકરીઓ માટે અલગ ગ્રુમિંગ રૂમ્સની સાથે અન્ય સુવિધાઓ ધરાવે છે.
ફ્રેંકફિન ઇન્સ્ટિટ્યુટના બિઝનેસ પાર્ટનર એવુ બાલાજી ગ્રુપ રાજસ્થાનના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરનો અનુભવ કરાવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનર અને પ્લેસમેન્ટની તક પ્રદાન કરી શિક્ષણક્ષેત્ર હકારાત્મક બદલાવ માટે પૂર્ણ રીતે સજ્જ છે. ફ્રેંકફિન એવિયેશન સર્વિસિસ પ્રાઇટ લિમિટેડના યુનિટ એવા ફ્રેંકફિન ઇન્સ્ટિટ્યુટ ઓફ એર હાસ્ટેસ ટ્રેનિંગ રાજસ્થાન માર્કેંટ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
બાલાજી ગ્રુપ જયપુરની સાથેસાથે ભારતના અન્ય શહેરો જેવાકે, કોલકાતા, અમદાવાદ, દેહરાદૂન, ગોવા અને હૈદરાબાદ ખાતે પણ પોતાના ટ્રેનિંગ સેન્ટર્સ ધરાવે છે.
આ પ્રસંગે ફ્રેંકફિન ઇનસ્ટિટ્યુટ,જયપુરના સેન્ટર હેડ અને ડાયરેક્ટર મનીષ બજાજે જણાવ્યુ કે આધુનિકતાથી સજ્જ ફ્રેંકફિનના નવા સેન્ટરને ખુલ્લુ મૂકતા અમે ખૂબ જ આનંદિત છીએ. બાલાજી ગ્રુપનાં દેશમાં સાત ફ્રેન્ચાઈઝી સેન્ટર છે. ફ્રેન્કફિન ઈન્સટિટ્યૂટ ઓફ એર હોસ્ટેસ ટ્રેનિંગ હોસ્પિટાલિટી અને ટ્રાવેલ્સ ઈન્ડસ્ટ્રીમાં રોજગારી મેળવનાર કોર્ષ કરાવનારી અગ્રણી સંસ્થા છે. જે આ ક્ષેત્રમાં છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે. ફ્રેન્કફિન દુનિયાની એકમાત્ર એર હોસ્ટેસ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ છે જે એનએસડીસીથી અધિકૃત છે.
આ પ્રસંગે બાલાજી ગ્રુપના સીઇઓ રાજીવ ચિરાનીયાએ જણાવ્યું કે બાલાજી ગ્રુપ હંમેશાથી વિદ્યાર્થીઓને આધુનિકતા પ્રદાન કરવા માટે કટિબદ્ધ છે. જયપુર ખાતેનું અમારા આ નવા ટ્રેનિગ સેન્ટરની શરૂઆત આ પહેલનો એક ભાગ છે. આ નવા સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ વિશ્વસ્તરનો અનુભવ મેળવી શકશે. એવિયેશન ક્ષેત્રે બહોળી તકો છે અને અમે રાજસ્થાન ક્ષેત્રને મહત્વ આપી રહ્યાં છીએ.
આ સમારંભમાં લોકપ્રિય અને પ્રસિધ્ધ મોડલ રીયા સુબોધે સ્ટુડન્સ સાથે વાર્તાલાપ કરીને તેમને ગ્રુમિંગની ટિપ્સ આપી હતી. સાથે સાથે તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા.