અમદાવાદ : બેંક ઓફ બરોડા અને આંધ્ર બેંક દ્વારા પ્રમોટેડ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સે નોન-લિન્ક્ડ, પાર્ટિસપેટિંગ, લિમિટેડ પ્રીમિયમ પ્રોડક્ટ ગેરેન્ટેડ મંથલી ઇન્ક્મ પ્લાન આજે લોંચ કર્યો હતો. આ પ્લાન બચત વધારવા માટે બનાવવામાં આવ્યો છે, જે ગ્રાહકોને આવક અને નાણાકીય સુરક્ષા એમ બંને ઓફર કરે છે. આ અનોખા પ્લાનના લોન્ચીંગ પ્રસંગે ઇન્ડિયાફર્સ્ટ લાઇફનાં ડેપ્યુટી સીઇઓ રુષભ ગાંધી અને નૂતાનીએ જણાવ્યું હતું કે, આ પ્લાનમાં નિયમિત માસિક આવક સહિત ગેરેંટેડ રિટર્ન અને બોનસના આકર્ષક લાભો ગ્રાહકોને ઓફર કરવામાં આવ્યા છે. જીવન વીમાકવચ સાથે સુનિશ્ચિત માસિક આવક ઓફર કરતી પ્રથમ પ્રકારની જીવન વીમા યોજના ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ રજૂ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણી આકાંક્ષાઓ આપણી નાણાંકીય સ્થિતિ પર હોય છે. સુનિશ્ચિત માસિક આવક સાથે અમે આપણાં સ્વપ્નો અને લક્ષ્યાંકો પૂર્ણ કરવાની અનુકૂળતા પ્રદાન કરી છે. આનો વિચાર કરીને ઇન્ડિયાફર્સ્ટ લાઇફે એનાં ગ્રાહકોને ગેરન્ટેડ મંથલી ઇન્કમ પ્લાન પ્રસ્તુત કર્યો છે, જે ગ્રાહકનાં પરિવારજનોને જીવન વીમાકવચ પ્રદાન કરે છે, ત્યારે નિશ્ચિત માસિક આવક મારફતે આજીવન જીવનશૈલી જાળવી રાખે છે.
ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરન્ટેડ મંથલી ઇન્કમ પ્લાન ગ્રાહકોને જરૂરી પ્રીમિયમની ચુકવણી કર્યા પછી માસિક ચુકવણી મેળવવાની શરૂઆત કરવા ઇચ્છે તો પસંદગી કરવાની સુવિધા આપે છે. આ પોલિસીની મુદ્દત દરમિયાન જીવન વીમાકવચ પ્રદાન કરે છે, પછી ગ્રાહક પ્રીમિયમની ચુકવણી કરે કે ન કરે, વર્ષોનાં વિશિષ્ટ અંતરનો લાભ લે કે ન લે અથવા ચુકવણી મેળવે કે ન મેળવે. ઉપરાંત મેચ્યોરિટી પર ચુકવવાપાત્ર વાર્ષિક બોનસનો લાભ પણ મળે છે. રુષભે ઉમેર્યું હતું કે, આ પ્લાન ગ્રાહકોને વધતા ગેરેન્ટેડ રિટર્નની સલામતી સાથે વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.