લેટ નાઈટ પાર્ટી સજા તરીકે સાબિત થઈ શકે છે : હેવાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોંકાવનારા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે લેટ નાઈટ પાર્ટી સજા સાબિત થઈ શકે છે. પોતાના લાંબા અને તણાવ ભરેલા કામની થાકને ઉતારવા માટે સામાન્ય રીતે લોકો લેટ નાઈટ પાર્ટીમાં ભાગ લે છે. લેટ નાઈટ પાર્ટીમાં જતા લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોડા સુધી કામ, બીજી બાજુ તેનાથી બહાર નીકળવા માટે મોડા સુધી જોગવાની બાબત અને પાર્ટીઓમાં આડેધડ ખાવા પીવાની ચીજવસ્તુના લીધે પુરુષ નપુંસકતાનો શિકાર થઈ શકે છે.

બીજી બાજુ મહિલાઓમાં ફર્ટિલિટીને લઈને તકલીફ આવી શકે છે. તાજેતરમાં જ એમ્સના કૃતિમ ગર્ભ કેન્દ્રમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે આવા લોકોમાં રી પ્રોડક્ટિવ દર ઘટી જાય છે. લાંબા સમય સુધી કામ કર્યા બાદ પણ ઉંઘ પુરી નહી કરતા લોકોમાં ઘણી તકલીફ ઉભી થાય છે. એવા ૧૨૪ દંપતિઓને આવરી લઈને આ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે કોઈને કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ તંગદીલીને ઘટાડવા માટે સામાન્ય રીતે લોકો એવા કામ કરે છે જે જેનાથી રાહત મળે છે. કેટલાક લોકો આના માટે લેટ નાઈટ પાર્ટીને મહત્વપૂર્ણ ગણે છે. આ પાર્ટી મોડી રાત સુધી ચાલતી હોય છે આનાથી ઉંઘ પુરી થઈ શકતી નથી.

આવી પાર્ટીઓમાં કોકટેલ અને નોકટેલ ડ્રીંક પણ હોય છે. સ્મોકિંગ પણ મોટા પાયે થાય છે. આનાથી દંપતિઓ પોલિસિસ્ટીક સિન્ડ્રોમના શિકાર થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે આશરે ૧૫થી ૨૦ ટકા દપંતિ આ સિન્ડ્રોમના શિકાર થઈ ચુક્યા છે. તેમની લાઈફ સ્ટાઈમાં જંગફુડ પણ આના કારણોમાં સામેલ છે. એમ્સના આઈવીએફ સેન્ટરના તબીબનું કહેવું છે કે આનાથી પુરુષોમાં સ્પર્મ ઓછા પ્રમાણમાં બને છે. જ્યારે બીજી બાજુ મહિલાઓમાં હાર્મોન્સનું સંતુલન બગડી જાય છે. ઇંડા બનવાનું પ્રમાણ ઘટી જાય છે. આ તમામની અસર બાળકોના જન્મ સાથે સંબંધિત છે. શરૂઆતમાં આ સિન્ડ્રોમના લક્ષણો દેખાતા નથી. મહિલાઓ જ્યારે સગર્ભા થતી નથી અને ચકાસણી માટે તબીબો પાસે જાય છે ત્યારે આ વાતની જાણ થાય છે. મહિલાઓમાં આ તમામના લીધો ઇન્સોલિન વધે છે.

Share This Article