તાજેતરમાં જ કરવામાં આવેલ એક ચોંકાવનારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લેપટોપ વાઇફાઇ સ્પર્મ એક્ટિવિટીને નુકશાન પહોંચાડે છે. સાથે સાથે પિતા બનવાની તકો પણ ઘટાડે છે. આ નવા અભ્યાસના તારણો આધુનિક સમયના લોકો માટે ચિંતાજનક છે કારણ કે ઓફિસોમાં મોટા ભાગે તમામ લોકો લેપટોપ વાઇફાઇ કનેકશન સાથે જોડાયેલા રહે છે. જો કે આનાથી નુકશાનને લઇને ઘણા નિષ્ણાંતો સહમત નથી.
આ અભ્યાસના તારણોનોના સંબંધમાં કેટલાકનું કહેવું છે કે આમા હજુ અભ્યાસ કરવાની જરૂર છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વાઇફાઇ કનેશનકથી રેડીએશન અથવા તો કિરણો નિકળે છે જે પુરુષોની સ્પર્મ એક્ટીવીટીને ઘટાડવામાં ભુમિકા ભજવે છે. કોરડોબામાં નાશસેન્ટીસ મેડિસિના રિપ્રોડક્ટીવની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લેપટોપ ઉપર કામ કરવાથી પુરુષોની પ્રજનન શક્તિને નુકશાન થઇ રહ્યું છે વાયરલેસવાળા લેપટોપ પર કામ કરવાની બાબત નુકશાનકારક સાબિત થઇ શકે છે.
સંશોધકોએ ૨૬થી ૪૫ વર્ષની વયના ૨૯ પુરુષોના સ્પર્મ લીધા હતા અને તેમને અભ્યાસના ભાગરૂપે મુકવામાં આવ્યા હતા. વધારે સમય સુધી લેપટોપ પર કામ કરતા લોકોને અભ્યાસના ભાગરૂપે આવરી લેવામાં આવ્યા હતા. પ્રયોગના અંતે જાણવા મળ્યું કે લેપટોપ પર વધારે સમય સુધી કામ કરતા લોકોના ડીએનએને નુકશાન થાય છે. યુનિવર્સિટી ઓફ આર્જેન્ટિનાના વૈજ્ઞાનિકો માને છે કે વાયરલેસ કનેકશન ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિએશન સર્જે છે. જે સ્પર્મને નુકશાન કરે છે. ડેટા સુચન કરે છે કે ઇન્ટરનેટ સાથે જાડાયેલા વાયરલેસ વાળા લેપટોપ કમ્યુટરથી નુકશાનની શક્યતા રહેલી છે.