માનેભંજંગ: લેન્ડ રોવર તેની હયાતિ માટે ક્લાસિક મોડેલોના કાફલા પર આધાર રાખતાં પશ્ચિમ બંગાળના અંતરિયાળ ગ્રામીણની મુલાકાત લઈને નવી ઊંચાઈ હાંસલ કરવા તેની 70મી એનિવર્સરીની ઉજવણીઓ કરવા માટે સુસજ્જ છે.
લેન્ડ ઓફ લેન્ડ રોવર્સ તરીકે ઓળખાતાં હિમાલય પર્વમાળામાં ઊંડાણમાં આવેલાં ગ્રામીણ સ્થળો 1957થી બહુ જ કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવેલી સિરીઝની લેન્ડ રોવર્સના કાફલા પર નિર્ભર છે.
આ અંગે પ્રસારિત ફિલ્મ પશ્ચિમ બંગાળ, ભારતમાં માનેભંજંગથી સાંડકફુના રહેવાસીઓ દ્વારા તેમની આજીવિકા માટે મોટે ભાગે પાર કરવામાં આવતા 31 કિમી ઊંચાઈ પરના પ્રવાસને આલેખિત કરે છે. ઊંચા ઢળાણ, ખડકવાળા ખાબડખુબડ માર્ગો અને ખરાબ હવામાન એ આ રહેવાસીઓ દ્વારા રોજના ધોરણે સામનો કરાતાં અને ટેકરી પરના ગામડામાં, જે આશરે 3636 કિમી ઊંચાઈ પર છે તે ઘણાં બધાં જોખમોમાંથી જૂજ છે.
લેન્ડ રોવરની ટીમે સિરીઝ મોડેલોના અનન્ય કલેકશનની મુલાકાત લીધી હતી, જે વિશ્વસનીય અને બેરોકટોક સર્વ માર્ગી પરિવહન તરીકે સમુદાય માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ વર્ષ અસલલેન્ડ રોવરે 1948માં એમ્સ્ટરડેમ મોટર શો ખાતે પદાર્પણ કર્યું ત્યારથી 70 વર્ષ પૂરાં કર્યાં તેની ઉજવણી છે. લેન્ડ રોવર 2018માં શ્રેણીબદ્ધ ઉજવણીઓ થકી આ સિદ્ધિની છાપ છોડી રહી છે, જેમાં વિશેષ પ્રસારણ, વિક્રમી કોન્વોય અને લંડનના ડિઝાઈમ મ્યુઝિયમમાં પ્રદર્શનનો સમાવેશ થાય છે.