અમદાવાદ : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આજે પારો જારદાર રીતે ગગડી ગયો હતો. જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરૂપે તાપમાનમાં એકાએક ઘટાડો નોંધાયો છે અને ઠંડીમાં વધારો થયો છે. આજે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન એકાએક ગગડીને ૧૧.૮ સુધી નીચે પહોંચી ગયું હતું. પાટનગર ગાંધીનગરમાં ૧૧,વલસાડમાં ૧૧.૬ સુધી પારો ગગડી ગયો હતો. વેસ્ટનડિસ્ટર્બન્સની અસર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનાકડાકાના લીધે લોકોએ ઘરની બહાર નીકળવાનું રવિવાર હોવાથી ટાળ્યું હતું. બીજી બાજુકચ્છના કેટલાક ભાગોમાં માવઠાના કારણે પણ ઠંડી વધી ગઈ છે. લખપત સહિતના કેટલાકભાગોમાં માવઠુ થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયોછે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગનાકહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે નહીં. જા કે,નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાંઉલ્લેખનીય રીતે ઘટ્યો હતો. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે.
ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચેસરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીનીલાગણી વ્યકત કરી રહ્યા છે. મોટાભાગના લોકોમોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે.અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવેહાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવામાટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇફેરફારની સ્થિતિ રહેશે નહીં. બીજી બાજુ મેદાનીભાગોમાં તાપમાનમાં ફેરફાર થઇ શકે છે. રાજસ્થાનના માઉન્ટ આબુ અને અન્ય વિસ્તારોમાંકાતિલ ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. તેની અસર પણ દેખાઈ રહી છે.અમદાવાદમાં પારો ૧૧.૮ડિગ્રી રહ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આગામીદિવસોમાં પારો હજુ પણ ગગડી શકે છે. આજે સૌથી વધારે ઠંડીનો અનુભવ ગાંધીનગરમાં થયોહતો જ્યાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાંનિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવાફેરફારની સ્થિતિ રહેશે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અનેમોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદાપ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યાછે.
લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જા કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે.