વૈશાખ માસની અમાસની અમાવસ્યા હોવાથી મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્યાન, ઘૂન, ભજન અને કીર્તન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે પણ તેનું આગમન અનિશ્ચિત છે. કમળનાં પાંદડાં પર પાણીના ટીપાંની જેમ આયુષ્ય સડસડાટ પસાર થઇ થાય છે.
ઉઠ્યા, જાગ્યા, ન્હાયા, ખાધું-પીધું, મોજ કરી અને મરી ગયા… આ સંસારની વાસ્તવિકતા છે. જીવનમાં જોઇએ થોડું અને દોડવાનું ઝાઝું! સંસારમાં સુખનો છાંટો છે અને દુઃખ તોદરિયા જેવું છે, જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિનું સુખ તો આનંદનો મહાસાગર છે. તેથી આપણે મૃત્યુ આવ્યા પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીને મૃત્યુને સુધારી લેવું.