સદાચારમય જીવન જીવીએ તો, ભગવાન રાજી થાય – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ ૧૬ જુલાઈ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે સત્સંગ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન અને સંતને કેવી રીતે રાજી થાય એ વિષય ઉપર શ્રી પ્રેમવત્સદાસજીએ પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વંય કહયું છે કે, પંચવર્તમાન પાળીએ અને શિક્ષાપત્રી ગ્રંથમાં આપેલા નિયમો પાળીને, જે સદાચાર મય જીવન જીવે છે તેની ઉપર અમે રાજી થઈએ છીએ. તેથી આપણે સુખી થવું હોય તો ભગવાનની દરેક આજ્ઞાઓ પાળવી જાઈએ, જેટલી આજ્ઞા પાળીએ તેટલું સુખ અને લોપીએ જીવનમાં દુઃખ આવે છે. તેથી સુખ લેવું કે, દુઃખ એ આપણા હાથની વાત છે. આપણે નિત્ય ભગવાનના દર્શન કરવા, માનસીપૂજા અને પ્રત્યક્ષપૂજા કરવી, ધૂન, ભજન, સત્સંગ અવશ્ય કરવો જોઈએ.