આગામી વર્ષ ૨૦૧૯ના કુંભ મેળાનું આયોજન…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વર્ષ ૨૦૧૯ની ૧૪મી જાન્યુઆરીથી કુંભ મેળાનો પ્રારંભ થશે અને ૫૦ દિવસ સુધી ચાલશે તેમ પ્રયાગરાજ મેળા પ્રાધિકરણે માહિતી આપી હતી. તીર્થસ્થાનોમાં માઘ, અર્ધકુંભ અને કુંભ મેળાનું આયોજન આ સંસ્થા સંભાળે છે. તેમણે ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રથમ શાહી સ્નાન થશે અને આખરી સ્નાન ૪ માર્ચ અને મહાશિવરાત્રિએ થશે.

અલ્હાબાદ ડિવિઝનના કમિશ્નર અષિશ ગોયલના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે આ જાહેરાત કરવામા આવી હતી જેમાં અન્ય મહત્ત્વના સ્નાન પોષ પૂર્ણિમા ૨૧ જાન્યુઆરી, મૌની અમાવસ્યા ૪ ફેબુ્આરી, વસંત પંચમી ૧૦મી ફેબુ્આરી અને માઘી પૂર્ણિમા ૧૯ ફેબુ્આરીએ યોજાશે.

જો કે, આ કાર્યક્રમની તૈયારી તેમજ ગોઠવણમાં અખિલ ભારતીય અખાડા પરિષદને મહત્ત્વ ન અપાતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેના વડા સ્વામી નરેન્દ્ર ગીરીએ કહ્યું હતું કે, કુંભના આયોજનમાં અખાડા પરિષદની મંજૂરી વિના કાર્યક્રમ ગોઠવાય છે તે બાબત કમનસીબ છે તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું ધ્યાન દોરવામાં આવશે તે છતાં અમારી ઉપેક્ષા ચાલુ રખાશે તો ૨૦૧૯ના કુંભ મેળાનો સાધુ-સંતો બહિષ્કાર કરશે. જો કે આ મેળા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૂ. ૨૫૦૦ કરોડની ફાળવણી કરી દીધી છે.

 

Share This Article