અમદાવાદ: શ્રી કૃષ્ણના જન્મથી લઇને સંપૂર્ણ જીવનની સફરને “ક્રિષ્ના – ધ લવર એન્ડ વોરિયર” નાટ્યને રંગમંચ અમદાવાદના નાટ્ય ગ્રુપ દ્વારા આગામી ૦૮મી જુલાઇ, રવિવારના રોજ, એચકે કોલેજ ઓડિટોરિયમ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે દ્વારા રજૂ કરવામાં આવશે. બોલિવુડમાં અનેક નાટક અને ફિલ્મોમાં પોતાની લેખનકળા દ્વારા ખૂબ મોટું યોગદાન આપનાર જાણીતા લેખક અશોકકમાર બંથિયા દ્વારા આ નાટક લખવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ હિન્દી ફિલ્મના સેન્સર બોર્ડના સદસ્ય પણ છે. એટલું જ નહિ તેઓ રાજસ્થાન ફિલ્મના પ્રેસિડેન્ટ તથા નેશનલ ઈન્સિટ્યૂટ ઓફ ડ્રામા (NSD) માંથી સ્નાતક થયેલ છે.
‘ક્રિષ્ના – ધ લવર એન્ડ વૉરિયર’માં ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર વાત કરવામાં આવી છે. ક્રિષ્નાનું બાળપણ, રાધા ક્રિષ્નાની પ્રેમ કહાણી, ક્રિષ્ના દ્વારા કંસ વધ અને મહાકાવ્ય મહાભારતનો અધ્યાય પણ નાટકમાં દર્શાવવામાં આવશે. આ નાટકમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે રજૂ કરવામાં આવશે. નાટકમાં ક્લાસિકલ રાસ પણ સામેલ છે. ભગવાન શ્રી કૃષ્ણની સંગીત યાત્રાના પ્રવાસની વાત કરવામાં આવી છે અને પ્રથમવાર ઓડિયો વિઝ્યુઅલ પણ આવરી લેવામાં આવશે.
રંગમંચ નાટ્ય ગ્રુપના ફાઉન્ડર ડો. રાહુલ સનાધ્યએ જણાવ્યું કે, “આ નાટ્યનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢીને ધાર્મિક બાબતો પ્રત્યે આકર્ષવાનો છે. આમારા આ નાટ્યમાં મોટેભાગે યુવા કલાકારો જ ભાગ લઈ રહ્યાં છે. આ દ્વારા અમે યુવાઓ અને બાળકોમાં ધાર્મિક લાગણી વિક્સે અને શ્રી કૃષ્ણ ઉપરાંત મહાભારત વિશે પણ જ્ઞાન મળે તે માટેનો પ્રયત્ન કરીએ છીએ.”
‘ક્રિષ્ના – ધ લવર એન્ડ વૉરિયર’માં કાસ્ટ ડો. રાહુલ સનાધ્ય, તરલ દવે, નિલમ પ્રજાપતિ, અતુલ અગ્રવાલ, પ્રતિક વર્મા, મીત જોષી, અક્ષિત વ્યાસ, ભૂમિકા, ભૂમિ, જગપાલ, શાહબાઝ, સના ખાન, જુલેશ, અશોક વર્મા, કેતુલ, પ્રિયા મોર્યા, જય ત્રિવેદી, અભિષેક, હર્ષદ, હિતાર્થ રામાનુજ, તનિષ્કા, સંગીતા, યશ અને નુપુર છે.