કન્નુર લોકેશ રાહુલ, જે કે એલ રાહુલ તરીકે ઓળખાય છે અને અત્યારે કિંગ્સ ઇલેવન પંજાબ માંથી રમેં છે તેને આજની મેચ માં અર્ધશતક નોંધાવી અને આઈ પી એલ માં સૌથી વધુ રન કરનાર ખેલાડી બન્યાં છે. આજ ની મેચ માં રાહુલ ઓપનિંગ માં આવ્યો હતો પરંતુ બાકીના બધાજ ખેલાડી સસ્તા માં પેવેલિયન પાછા ફરતા તેને ઉપર મેચ ને આગળ વધારવાની જવાબદારી આવી હતી. રાજસ્થાન રોયલ્સ સામેની આ મેચમાં 159 રનના લક્ષ્ય નો સામનો કરતા કે એલ રાહુલે ખુબ ઝડપી અને સ્ટેડી રમત રમી હતી.
આ મેચમાં રાજેસ્થાન રોયલની ટીમે ખુબજ સટીક બોલિંગ કરી અને પંજાબ ની ટિમને બાંધી રાખ્યા હતા. તેઓ નિરંતર વિકેટ અને ટાઈટ ફિલ્ડિંગ રાખી અને મેચ ને જીત તરફ લઇ ગયા હતા. પંજાબ ના 100 રણ 16.2 બોલ માં થયા હતા અને ત્યારે તેઓ એ 6 વિકેટ ખોઈ નાખી હતી. આ સમયે 22 બોલ માં 59 રણ જીતવા માટે કરવાના હતા. રાજસ્થાન રોયલના આર્ચરે નિર્ણાયક એવી 17 મેં ઓવર માં ફક્ત 4 રન આપી અને રાજસ્થાન તરફ રમત લાવી દીધી હતી. અંતિમ ઓવર માં પંજાબ સામે 6 બોલ માં 32 રણ કરવા ના હતા. પ્રથમ બોલ પાર જ માર્કસ કેચ આઉટ થતા પંજાબ ની જીતવાની આશા નિરાશા માં પરિણામી હતી.
ત્રણ સળંગ ચોક્કા અને એક છક્કા સાથે છેલ્લી ઓવેર માં કે એલ રાહુલે સારી લડત આપી હતી. આ મેચમાં કે એલ રાહુલે લડત આપતા 70 બોલમાં 95 રન નું યોગદાન આપ્યું હતું અને નોંધપાત્ર વાત એ છે કે આ આઇપીએલમાં તેની સતત ત્રીજુ અર્ધશતક હતું