રસોઈ કરવી એ આવડતની સાથે એક કળા પણ છે. રસોઈ કરતી વખતે ઘણી બાબતોનું જીણવટભર્યું ધ્યાન રાખવું પડતું હોય છે. અહી તમને રસોઈમાં મદદરૂપ થાય એવી ટિપ્સ જણાવીશું.
- બટાટાના કોફતા બનાવતી વખતે બટાટાના માવામાં પનીર અથવા કિનારી કાઢેલ બ્રેડની બે સ્લાઇસ લઇ ભેળવવાથી કોફતા ક્રિસ્પી બનશે.
- સમોસાનો લોટ પાણીથી બાંધવાને બદલે ભાતથી બાંધવાથી સમોસાનું પડ ક્રિસ્પી બનશે.
- ઇડલીનું ખીરૂ વધારે પાતળું થઇ ગયું હોય તો તેમાં થોડો શેકેલો રવો ભેળવી દેવો.
- ફરસી પુરીમાં ડાલડા ઘીનું મોણ નાખી બનાવવાથી ફરસી પુરી ક્રિસ્પી થશે.
- કાચના ગ્લાસ એકબીજામાં ફસાઇ જાય ત્યારે ઉપરના ગ્લાસમાં ઠંડુ પાણી રેડો અને નીચેના ગ્લાસને ગરમ પાણીમાં નાંખો. થોડી જ મિનિટમાં ગ્લાસ છુટા પડી જશે.
- કટલેસનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીંજવી કટલેસમાં ભેળવી દેવાથી કટલેસ બરાબર વળી જશે.