કિંજલ દવેની સગાઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાતની ખ્યાતનામ ગાયક કિંજલ દવેએ સગાઇ કરી લીધી છે. સોશિયલ મિડીયા પર અમુક તસવીર  વાઇરલ થઇ છે, જે કિંજલની રિંગ સેરેમનીની તસવીર છે. કિંજલની સગાઇ જેની સાથે થઇ છે તેનું નામ પવન છે. તસવીરમાં કિંજલ અને પવન સાથે બેઠા છે અને એક સ્ત્રી કે જે પવન અથવા કિંજલની માતા હોઇ શકે છે, તે પવન તથા કિંજલને ચાંદલો કરીને સગાઇની વિધી કરી રહ્યા છે. સ્ટેજ ડેકોરેશન પણ ખુબ સુંદર કર્યુ છે. સ્ટેજના બેકગ્રાઉન્ડમાં હાર્ટશેપમાં ગુજરાતી ભાષામાં કિંજલ અને પવન લખેલું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઇટ્સ પર કિંજલના ફોટો તેના ફેન્સ પણ શેર કરી રહ્યાં છે.

kp.comkinjaldave.2

ઉલ્લેખનીય છે કે કિંજલ ફક્ત 19 વર્ષની છે અને આ પહેલા પણ એક વાર તેના એક ફેન દ્વારા તેના ફોટોને મોર્ફ કરીને કિંજલને તેની પત્ની ગણાવી હતી. તે બાદ તો તેના ફેનને જેલના સળિયા ગણવા પડ્યા હતા. હવે આ સગાઇના ફોટોગ્રાફ્સ હકીકત છે કે અફવા તે હજૂ નક્કી નથી થયુ. કિંજલના ઓફિશિયલ એકાઉન્ટ પર હજૂ કોઇ જ તસવીર નથી આવી એટલે સ્પષ્ટપણે તે સાબિત થાય છે કે આ તસવીરો પણ મોર્ફ કરેલી હોવી જોઇએ અથવા તો તે કોઇ ગીતનું શૂટિંગ હોવું જોઇએ, તે સિવાય ખરેખર જો કિંજલની સગાઇ થઇ ગઇ હોય તો હાલમાં તે સગાઇમાં વ્યસ્ત હોવાથી તેના ઓફિશિયલ એકાઉન્ટ પર તસવીરો શેર ના કરી શકી હોય.

હવે કિંજલની સગાઇ ખરેખર થઇ છે કે કેમ તે તો સમય જ બતાવશે.

Share This Article