નવી દિલ્હી : દર વર્ષે ભારતમાં ટ્રાન્સપ્લાન્ટટેશન માટે ૧૭૫૦૦૦ કિડનીની જરૂર પડે છે. હાલમાં ભારતમાં માત્ર ૪૦૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ વાર્ષિક રીતે થાય છે. ૯૦ ટકાથી વધુ ડોનર્સ ફેમીલીના મેમ્બરો હોય છે. આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા અને જારી કરવામાં આવેલા આંકડામાં જણાવાયું છે કે સીકેડીમાં જોખમી પરિબળ ધરાવતા ડાયાબિટીસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ૨૦૧૧માં ૫૦.૮ મિલિયન હતી જે વધીને ૨૦૧૨માં ૬૧ મિલિયન થઈ છે.