એકબાજુ નવરાત્રીના ગાળા દરમિયાન શ્રદ્ધાળુઓ માતા શક્તિની પુજા અને આરાધનામાં વ્યસ્ત રહેનાર છે ત્યારે યુવા પેઢી અને યુવા ધન ગરબે રમવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. નવરાત્રી અથવા તો નવરાત્રની શરૂઆત ૨૯મી સપ્ટેમ્બરના દિવસથી થઇ રહી છે. નવરાત્રીની ઉજવણી ૨૯મીથી શરૂ કરવામાં આવ્યા બાદ સાતમી ઓક્ટોબર સુધી ચાલનાર છે. આને લઇને યુવા પેઢી છેલ્લા કેટલાક દિવસથી તૈયારીમાં વ્યસ્ત છે. જુદી જુદી જગ્યાએ ડાન્સ ક્લાસ ચાલી રહ્યા છે. નવરાત્રીના ઘણા દિવસ પહેલાથી જ જુદા જુદા ગ્રુપના ખેલૈયાઓ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ અને અન્ય ગરબાના સ્થળો પર તૈયારી કરી ચુક્યા છે. બે મહિનાથી જુદા જુદા ગ્રુપના યુવાનો પ્રેકટીસ કરી રહ્યા હતા. નવરાત્રી પહેલાં યુવા પેઢીને વિવિધ ડાન્સ સ્ટેપ શીખવાડવા માટે પણ ઘણા ક્લાસીસ દર વર્ષે બે મહિના પહેલાથી જ શરૂ થઇ જાય છે.
અમદાવાદ શહેર અને ગુજરાતના અન્ય તમામ મોટા શહેરમાં તમામ મોટી સોસાયટીઓ અને મોટા વિસ્તારમાં સાર્વજનિક નવરાત્રી કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેટલીક સોસાયટી અને પોલમાં તો વર્ષોથી પરંપરા મુજ ભવ્ય ગરબાનુ આયોજન કરવામાં આવે છે. સાર્વજનિક નવરાત્રી કાર્યક્રમ પણ તમામનુ ધ્યાન ખેંચે છે.એકબાજુ લોકો માટે આ સૌથી મોટા ધાર્મિક ઉત્સવ તરીકે રહે છે જ્યારે યુવક-યુવતિઓ માટે આ પ્રસંગ મોજ મસ્તી કરવા સાથે સંબંધિત બની રહે છે. યુવક-યુવતિઓ પહેલાથી જ નવરાત્રી ઉત્સવ દરમિયાન તેની ઉજવણી કરવા વિશેષ ખરીદી કરવામાં લાગેલા છે. બજારો પણ ઘણા દિવસોથી ભરચક રહે છે.નવરાત્રી ઉત્સવ દરમિયાન એકબાજુ પાર્ટી પ્લોટ, ક્લબો અને અન્યત્ર સ્થળો પર ગરબાની ધુમ જોવા મળે છે. દર વખતની જેમ જ આ વખતે અમદાવાદની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ક્લબ, પાર્ટી પ્લોટ અને અન્યત્ર પાર્કિગન સમસ્યાના કારણે ગરબાના આયોજકોને કેટલીક તકલીફ નડી છે. જો કે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
દર વર્ષે મોટા પાયે આયોજન કરનાર આયોજકો તો પહેલાથી જ તમામ ધારા ધોરણ મુજબ આગળ વધી ચુક્યા છે. તમામ નિયમો મુજબ તૈયારી કરી લેવામાં આવી છે. આવી સ્થિતીમાં જોરદાર રીતે ઉજવણી થનાર છે. નવરાત્રીના ઉત્સવમાં એકબાજુ લોકો નવ દિવસ સુધી ધાર્મિક રંગમાં રંગાઇ જશે. બીજી બાજુ ટિનેજર્સ અને ખેલૈયાઓ તો ગરબાની રમઝટ બોલાવવા માટે તૈયાર છે. છેલ્લા કેટલાક દિવસથી તેમના દ્વારા જુદી જુદી તૈયારી પણ ચાલી રહી હતી. આ વખતે પાર્કિગ સહિતની સમસ્યાના કારણે ક્લબો અને પાર્ટી પ્લોટની સાથે સાથે ફરી એકવાર શેરી ગરબાની બોલબાલા દેખાઇ રહી છે. કેટલાક જાણકાર લોકો કહી રહ્યા છે કે પાર્કિગની સમસ્યાના કારણે પાર્ટી પ્લોટની સામે કેટલાક નિયમો લાગુ કરવાની બાબત સારી છે.