આપે એ કહેવત તો સાંભળી જ હશે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. સીધા શબ્દોમાં સમજવામાં આવે તો આનો અર્થ એ છે કે જીવનમાં સાવધાની ખુબ જ જરૂરી છે. શરીરના મામલે તો આ કહેવત વધારે યોગ્ય છે. કારણ કે સાવધાની રાખીને કેટલાક રોગથી બચી શકાય છે. સાથે સાથે દવા પર આત્મનિર્ભરતા ઘટી શકે છે. વાત જ્યારે પ્રિવેન્ટિવ કેરની આવે છે ત્યારે લોકોને લાગે છે કે આના કારણે ખિસ્સા પર બોજ વધી શકે છે. પરંતુ પ્રિવેન્ટિવ કેર પર ખર્ચ કરવાની સ્થિતીમાં પૂર્ણ ખર્ચ અને સંભવિત તકલીફથી બચી શકાય છે. આના કારણે પર્ણ આરોગ્ય સંભાળ પર ખર્ચ ઘટી જાય છે.
આજના દોરમાં લાઇફ ફાસ્ટ બની ચુકી છે. જીવનમાં ગુણવત્તાની તરફ વધવાનો અર્થ એ નમતી કે આરોગ્ય સાથે બાંધછોડ કરવામાં આવે. અમે અમારી લાઇફમાં વ્યસ્ત રહીએ છીએ. જીવનમાં તમામ બાબતો યોગ્ય દિશામાં આગળ વધે છે. એકાએક બ્રેક વાગી જાય છે. આવી સ્થિતીમાં લાઇફ દવા પર આધારિત બની જાય છે. બિમારીને કઇ રીતે દુર રાખી શકાય છે તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી છે. જાણકાર તબીબ કહે છે કે વ્યસ્ત લાઇફમાં થોડાક બ્રેક લેવામાં આવે તે જરૂરી છે. જે લોકો ૮થી ૧૦ કલાક સુધી કામ કરે છે તે લોકો ડેસ્ક પર ખાવા પીવાની બાબત પસંદ કરે છે.
આના કારણે દાંત, પીઠ અને કમરની તકલીફ થઇ જાય છે. હાર્ટની બિમારી પણ થઇ જાય છે. મેટ્રો શહેરોમાં સ્ટ્રેસ લેવલ વધારે હોય છે. જેથી આરોગ્યને ફિટ રાખવા માટે તબીબોની મદદ સતત લેવામાં આવે છે. ફિટ અને સ્વસ્થ રહેવા માટે શહેરોમાં રહેતા લોકો નિયમિત રીતે ચેક અપ કરાવતા રહે તે જરૂરી છે. આ ઉપરાંત દરેક કલાકમાં ફળ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે તો પણ સીધો લાભ શરીરને થાય છે. કામથી થોડાક બ્રેકની જરૂર હોય છે. બ્રિથિગ એક્સરસાઇઝની પણ શરીરને જરૂર હોય છે. મસલ્સને સ્ટ્રેસ કરવામાં આવે તે જરૂરી હોય છે. તબીબો કહે છે કે પ્રિવેન્ટિવ કેરનો અર્થ છે કે પોતાને ફિટ રાખવા માટે તમે સાવધાન છો. પોતાની હેલ્થ પર ધ્યાન રાખવામાં આવે તે સમયની માંગ છે. આ દિશામાં કોઇ પણ પહેલ કરવાથી લાભ તો એકંદરે તમને જ થનાર છે. બિમારી અનેક છે. વય વધતાની સાથે સાથે શરીર કમજોર થાય છે.
પરંતુ જ્યારે શરીર અને વય મુજબ આપ શરીરની કાળજી રાખો છો ત્યારે વધારે સમય સુધી ફિટ અને ફાઇન રહી શકાય છે. આજના દોરમાં જુદા જુદા પ્રયોગો પર આધારિત રહેવા માટે કહેવામાં આવે છે. આ ચીજો મૌસમ મુજબ સ્વસ્થ રાખવામાં ઉપયોગી સાબિત થાય છે . ફિટ અને સ્વસ્થ રહેવા માટે નિયમિત રીતે યોગ, કસરત , વોકિંગ, ડાન્સિંગ કરવામાં આવે તે જરૂરી છે. આના કારણે સ્ટ્રેસ ઘટે છે. વિશ્વ આરોગ્ય દિવસની હાલમાં વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે આરોગ્યને લઇને માહિતી આપવામાં આવે છે. જનજાગૃતિના કાર્યક્રમ થાય છે. જો કે સારી બાબત એ છે કે પ્રિવેન્ટિવ કેર રાખવાથી આરોગ્યને સ્વસ્થ રાખી શકાય છે. કેટલીક બિમારીથી પણ બચી શકાય છે.