કેન્ટ આરઓની શુદ્ધ પેયજળ માટે એક વધુ પહેલ, લોન્ચ કર્યાં નેક્સજેન આરઓ વોટર પ્યૂરિફાયર

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ: ભારતમાં ઝડપથી વિકસી રહેલ શહેર અમદાવાદમાં દેશની સૌથી મોટી આરઓ વોટર પ્યૂરિફાયર કંપની કેન્ટે પોતાની નવી શોધ નેક્સજેન આરઓ વોટર પ્યૂરિફાયરનાલોન્ચનો શુભારંભ કર્યો. આ નવી ક્રાંતિકારી ટેકનીકથી ભરપૂર આરઓમાં એક વધારે યૂવી સુરક્ષા કવચ રજૂ કર્યા છે જેનાથી સ્ટોરેજ ટેન્કમાં પાણીની શુદ્ધતા જળવાઇ રહે.

અમદાવાદમાં વોટર પ્યૂરિફાયરની નવી રેન્જ લોન્ચ કરતાં કેન્ટ આરઓ સિસ્ટમ લિમિટેડના ડાયરેક્ટર વરુણ ગુપ્તાએ જણાવ્યું કે, “કેન્ટ આરઓ બ્રાન્ડ શુદ્ધતાનો પર્યાય બની ગયું છે. ગ્રાહકોના આ વિશ્વાસથી પ્રેરિત થઇને અમે ઇનોવેશનને ધ્યાનમાં રાખ્યું અને આધુનિક ટેકનોલોજી અને ઓછી કિંમત પર અમારા ગ્રાહકોને નવીનત્તમ સામાધાન પ્રસ્તુત કર્યા. અમારી આ નવીનત્તમ પ્રસ્તુતિમાં પ્યૂરિફાયરના સ્ટોરેજ ટેન્કમાં યૂવી સુરક્ષા પ્રદાન કરી, આ એક એવું ઇનોવેશન છે જેનાથી એક વાક પ્યૂરિફાઇ કરેલા પાણી હંમેશા ૧૦૦ ટકા શુદ્ધ રહે છે તથા ગ્રાહકના દિલ દિમાગને ૧૦૦ ટકા શાંતિ તથા સંતુષ્ટિ પ્રદાન કરે છે.”

 

લાંબા સમય સુધી સંગ્રહિત શુદ્ધ પાણીમાં પણ બેક્ટેરિયા અને વાઇરસનો ફરીથી સક્રિય હોવાની સંભાવનાને જોતાં કેન્ટ આરઓએ આ ટેકનીકને વિકસિત કરી છે. આ ટેકનીકમાં આરઓના વોટર સ્ટોરેજ ટેન્કમાં યૂવી-એલઇડી પ્રકાશ સંરક્ષણની સાથે આ નિશ્ચિતતા રહે છે કે સ્ટોર કરેલ શુદ્ધ પાણીના ટેન્કમાં ક્યારેય ચેપ ના રહે. સારાંશમાં, આ સુરક્ષાના એક વધારાના રુપમાં કાર્ય કરે છે અને સુનિશ્ચિત કરે છે કે બધા સમયે ગ્રાહકોને ૧૦૦ ટકા શુદ્ધ પાણી મળી રહે.

ટેકનોલોજી અને તેની દક્ષતા સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્ર પ્રયોગશાળાઓ દ્વારા આ ટેકનીકના પ્રભાવને પ્રમાણિત કર્યાં છે કે  ભલે બેક્ટેરિયા ટેન્કમાં પ્રવેશ કરે છે, જે બેહદ અસંભવ છે, તો પણ સ્ટોરેજ ટેન્કમાં યૂવી-એલઇડી તેને ૩૦ મિનિટની અંદર કીટાણુ રહિત કરવામાં સક્ષમ છે અને સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકને કોઇ પણ રીતે બેક્ટેરિયાથી મુક્ત ૧૦૦ ટકા શુદ્ધ પાણી મળે.

વોટર પ્યૂરિફાયર્સની નવી શ્રેણી ડિજિટલ યુક્ત છે જે ડિસ્પલેમાં નેક્સજેન ટેકનોલોજી બધા સમયે પાણીની શુદ્ધતાને સ્ક્રીનમાં પ્રદર્શિત કરે છે જેમ કે ફિલ્ટર લાઇફ, પ્યૂરિફાઇડ પાણીમાં ખનીજ તત્વોની ઉપસ્થિતિ, પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા તથા ખરાબ હોવાની દશામાં ચેતવણી સંકેત વગેરે. તેની આ સ્માર્ટ સુવિધાના ચાલતાં ગ્રાહકોને આ વાતની બેગણી સુનિશ્ચિતતા મળી રહે છે કે જે પાણીનો ઉપયોગ તે કરી રહ્યાં છે તે વિશ્વસનીય છે. તેના એલઇડી પેનલ ડિસ્પ્લે વાસ્તવિક સમય પર પાણીની શુદ્ધતાનું પ્રદર્શન કરે છે. તેના વધારે આ જળની શુદ્ધતાના માપદંડ પ્રદર્શિત કરે છે જેમ કે સંતુલિત ફિલ્ટર લાઇફ, પ્યૂરિફાઇડ પાણીમાં ખનીજ તત્વોની ઉપસ્થિતિ, પાણીના વહેવાનો દર તથા ખરાબ હોવાની દશામાં ચેતવણી સંકેત.

નેક્સ્ટજેન કેન્ટ આરઓ પ્યૂરિફાયર લોન્ચની સાથે, કેન્ટ એક ફાસ્ટ ટ્રેક પર છે અને પોતાની પ્રતિધિયોની સાથે ગંભીર પ્રતિ સ્પર્ધા કરવા માટે તૈયાર છે. જ્યારે તેનો ઘરેલુ બાઝારમાં વધારે કેન્ટ વિદેશી બાઝારોમાં પણ ફ્લેગશિપ ઉત્પાદનોની પોતાની શ્રેણી પણ લઇ જવાની યોજના બનાવી રહ્યાં છે.

કેન્ટે હાલમાં જ સ્માર્ટ શેફ એપ્લાયન્સની પોતાની શ્રેણીની સાથે નાના ઘરેલું ઉપકરણોની શ્રેણીમાં પ્રવેશ કર્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમારા ખાનપાનમાં સ્વાસ્થ્ય તથા સ્વચ્છતાનુ ધ્યાન રાખવાનું છે. કંપની હાલમાં ભારતમાં રુડકીમાં પોતાના પ્લાન્ટમાં જળ શોધકની પોતાની શ્રેણીનું નિર્માણ કરી રહી છે, જેમાં પ્રતિ વર્ષ લગભગ ૬ લાખ એકમોની ઉત્પાદન ક્ષમતા છે. જ્યારે નોઇડામાં પ્લાન્ટ તૈયાર છે જેનું પરિચાલન આગળના મહિનાના અંત સુધી થઇ જશે.

Share This Article