ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ૩ દિવસ બાકી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટી ચૂંટણી પ્રાચાર અને મતદાતાઓને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં ત્રણે પાર્ટીના સ્ટાર પ્રચારકો લગભગ ગુજરાતમાં જ રહીને જાહેર સભા અને રેલીઓનું આયોજન કરી રહ્યા છે. આ વચ્ચે પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના સરકારી કર્મચારીઓને AAP ને સમર્થન આપવા વિનંતી કરી અનેઆગામી વર્ષે ૩૧ જાન્યુઆરી સુધીમાં તેમના માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું. સુરતમાં પત્રકારો સાથે વાત કરતાAAPના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હી અને પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે તેમની આગાહીઓ સાચી પડી છે અનેગુજરાતમાં પણ આવું જ થશે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, લોકો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી થી એટલા ડરે છે કે, તેઓ ૧ અને ૫ ડિસેમ્બરના રોજયોજાનારી ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણીમાં AAP ને ખુલ્લેઆમ સમર્થન આપવાથી ડરે છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, હુંતમારા બધાની સામે લેખિતમાં ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, મારીભવિષ્યવાણી નોંધી લો. ૨૭ વર્ષના કુશાસન બાદ ગુજરાતના નાગરિકોને ભાજપથી મુક્તિ મળશે. અરવિંદ કેજરીવાલે એક કાગળ પર પોતાની ભવિષ્યવાણી લખી અને મીડિયાને બતાવી. AAPના રાષ્ટ્રીય સંયોજકે જૂની પેન્શન યોજનાનીમાંગણી કરી રહેલા સરકારી કર્મચારીઓને અન્ય માંગણીઓ સાથે રાજ્યમાં આમ આદમી પાર્ટીને સરકાર બનાવવામાં મદદ કરવા જણાવ્યું હતું. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે ૫ નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન ૧૪નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું. ૧૫ નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને ૧૭ નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે ૧ ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે. આવી જ રીતે બીજા તબક્કામાં ૯૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે ૧૦ નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ૧૭નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૮ નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછાખેંચવા માટે ૨૦ નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે ૫ ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાનીમત ગણતરી ૮ ડિસેમ્બરના રોજ થશે.