ટ્રાવેલિંગ દરમિયાન આ એપ્સ રાખો મોબાઇલમાં..!!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આજના વખતમાં દરેકને ફરવુ ગમતુ હોય છે. તેમાં પણ પરિવારના બધા સભ્યો નોકરી કરતા હોય ત્યારે એક વેકેશન મળતુ હોય છે જેમાં સહ પરિવાર તમે ફરવા જાવ છો. તેમાં સમયનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજ પડતી નથી. ઘણી એવી એપ્સ હોય છે જેના દ્વારા તમે ટ્રાવેલિંગની મજા માણી શકો છો.

  • મિડીયમ – રિડીંગ આપણને પાવરફૂલ બનાવે છે. ખાલી ટાઇમમાં આપણે ઘણુ બધુ શીખીએ છીએ. ટ્રાવેલિંગ દરમિયાન આ એપ આપણને બતાવે છે કે એક આર્ટિકલ વાંચવામાં કેટલો ટાઇમ લાગશે. જેથી તમારા ટ્રાવેલિંગ ટાઇમ દરમિયાન તમે વાંચનની મજા માણી શકો.

  • હોસ્ટલવર્લ્ડ – આ એપ તમને બીજા શહેરમાં સસ્તા હોટલની જાણકારી આપશે. તમારા માટે આ એપ ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. તમારા બજેટ પ્રમાણેની હોટલ આ એપ દ્વારા તમે શોધી શકશો. 170 જેટલા દેશોના આવાસ વિષે આ એપમાં જાણકારી રહેલી છે.
  • લાઇવટ્રેકર– આ એપ ટ્રાવેલિંગ દરમિયાન ખૂબ અગત્યની બની રહે છે. આ એપ દ્વારા તમે તમારા મિત્રોને લાઇવ લોકેશન મોકલી શકો છો, અને તમારી જર્ની રેકોર્ડ પણ કરી શકો છો. મિત્રો અને ફેમેલિ સાથે શેર પણ કરી શકો છો.
  •  ગૂગલ ટ્રિપ્સ – જો તમે ફરવા જવાનુ વિચારી રહ્યાં છો તો ગૂગલ ટ્રિપ્સ ડાઉનલોડ કરી લો. આ એપ તમને રિઝર્વેશન, લોકેશન જેવી જરૂરી જાણકારીઓ આપે છે.

Google Trips e1529736184222

તો તમે ફેમિલિ સાથે કે સોલો ટ્રાવેલ કરવા ઇચ્છતાં હોવ તો આ એપ્સ ડાઉનલોડ કરી લો અને તમારા સફરને ઇઝી બનાવો.

Share This Article