કાર્તિક આર્યન આ જાહેરાતમાં દેખાયો

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

કાર્તિક આર્યન આજે બી-ટાઉનમાં એક જાણીતો ચહેરો બની ગયો છે અને આ વાતમાં કોઇ શંકા નથી. પોતાની પાછલી ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીથી આ અભિનેતાએ ૧૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. તે બાદ ન માત્ર મોટા બેનરથી તેના માટે ફિલ્મોની ઓફર આવી રહી છે, પરંતુ મોટી બ્રાંડ પણ તેને પોતાની પ્રોડક્ટનો બ્રાંડ એમ્બેસેડર બનાવવા માટે સંપર્ક કરી રહી છે.

કાર્તિક જેની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે, તેમને ઈમામીએ પોતાની પુરૂષ માટે ની પ્રોડક્ટ ફેર અન્ડ હેંડસમના નવા ચેહરાની જાહેરાત માટે તૈયાર કર્યો છે.

ઈમામી લિમિટેડના ડાયરેક્ટર મોહન ગોયનકા કહે છે કે અમે બોલીવુડના ઉભરતા સિતારાઓમાંથી એક કાર્તિક આર્યન સાથે જોડાઇને ખૂબ જ ખુશ છે. એક અગ્રણી બ્રાંડ હોવાના કારણે પુરૂષોના ફેશન જગતમાં ફેર એન્ડ હેંડસમ ખૂબ જ મજબૂત છે. કાર્તિક ફેર એન્ડ હેંડસમ લેઝર-૧૨નો નવો ચહેરો હશે. જે એ વાતનો સંકેત કરી રહી છે કે દરેક માણસના નવા પડકારો સામે ફેર એન્ડ હેંડસમ લેઝર-૧૨ જ વન ટોપ સમાધાન છે.

કાર્તિક પહેલેથી જ આ જાહેરાતનું કોમર્શિયલ શૂટ કરી ચૂક્યો છે, જે ચાલી રહેલા આઇપીએલમાં સીઝનમાં રીલીઝ થઇ ચૂકી છે.

Share This Article