લગ્નસરાની સિઝન માટે કારાનું ભવ્ય બ્રાઈડલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખી ગુજરાતીઓને તેમની પસંદગીની વસ્તુઓ ખરદીવનો મોકો ઘર આંગણે જ મળી રહે તે હેતુથી કારા બ્રાઈડલ એક્ઝિબિશનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદઘાટન રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબહેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે અન્ય અતિથી વિશેષ પણ હાજર રહ્યા હતા.

Photo 07

આ એક્ઝિબિશન લોકો માટે ૧૨ અને ૧૩ ડીસેમ્બરના રોજ ઓપન રહેશે જેમાં સવારે ૧૦થી લઈને રાત્રિના ૯ વાગ્યા સુધી અહીં આવીને ખરીદીનો મોકો મેળવી શકશો. તેમાં પણ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને વિવિધ સ્ટોલમાંથી શોપિંગની મજા શહેરીજનોએ પહેલા દિવસે માણી હતી. તેમાં પણ  પ્રેટ વીઅર, જ્વેલરી, સ્ટાઈલિશ હેન્ડ બેગ, ફૂટવેર અને બહું રેર જોવા મળતી નવી જ ડીઝાઈન સાથેની એસેસરીઝ વગેરે અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જોતાની સાથે જ શોપિંગ કરવાનું મન થાય એ રીતનું કલેક્શન મુકાયું છે.

Photo 11

કારા બ્રાઇડલ શોની હંમેશાથી તૈયારી રહી છે દરેક સ્ત્રીની આંખોમાં એ સપનું હોય છે કે તેનું વેડિંગ કલેક્શન એ ભવ્ય હોવું જોઈએ. કારા આ બાબતે બ્રાઈડલ શોમાં પહેલાથી જ કાર્યરત છે. જેથી કારા તેના ૧૨ ભવ્ય વર્ષની ઉજવણીના ભાગરૂપે અહીં પણ વિશેષરૂપે કલેક્શન રજુ કર્યું છે. જેમાં વિશાળ શ્રેણીમાં કેટરિંગ ગ્રાહકો કારા ડિઝાઈનર પર સંગ્રહ માસ્ટરની પ્રતિભા પ્રતિબિંબિત કરે છે. તેમાં પણ પરંપરાગત અને સમકાલીન પ્રદર્શનની સાથે સાથે આકર્ષક અને પરવડે તેવા ડીઝાઈ્નવેર ઉપલબ્ધ હોય છે.

Share This Article