અમદાવાદ : રિટેલમાં બ્રાન્ડેડ ટીએમટી બાર્સ (ટીએમટી સળિયા)ની ભારતની સૌથી મોટી ઉત્પાદક અને વિક્રેતા કામધેનુ લિમિટેડ એ તાજેતરના સમયમાં ગુજરાતમાં તેના પ્રીમિયમ બ્રાન્ડેડ બાર ‘કામધેનુ નેક્સ્ટ’ની અસાધારણ માંગ રહી હોવાની જાહેરાત કરતાં ગૌરવ અનુભવે છે. આ વ્યાપક માંગની જરૂરિયાતને પૂરી કરવાની પોતાની બિઝનેસ વ્યૂહરચનાને રજૂ કરતાં કામધેનુ આગામી એક વર્ષમાં નેક્સ્ટ જનરેશન હાઈ-એન્ડ ઈન્ટરલોક સ્ટીલ ટીએમટી બારમાં તેની પ્રીમિયમ બ્રાન્ડ ‘કામધેનુ નેક્સ્ટ’ની 20 ટકા ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરશે. કંપની આગામી વર્ષમાં તેના ચેનલ પાર્ટનર નેટવર્કને પણ વેગ આપવાની યોજના ધરાવે છે.
કામધેનુ લિમિટેડના ડિરેક્ટર શ્રી સુનિલ અગ્રવાલે કંપનીની વૃદ્ધિની યાત્રા તથા બિઝનેસ સંબંધિત યોજનાઓ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “ગુજરાતમાં અમારી પ્રીમિયમ ટીએમટી બાર, ‘કામધેનુ નેક્સ્ટ ‘ માટે જે સતત જે માંગ વધી રહી છે તેને જોતા અમે ખૂબ જ ખુશ છીએ. માંગમાં થઈ રહેલો આ વધારો અમારા ઉત્પાદનોની ગુણવત્તા તથા વિશ્વસનિયતાને લઈ બજારમાં જે વિશ્વાસ છે તેને પ્રતિબિંબિત કરે છે. અમારા ઉત્પાદનની ક્ષમતા તથા ચેનલ પાર્ટનર નેટવર્કનું વિસ્તરણ અમારા માનવંતા ગ્રાહકોની વધી રહેલી જરૂરિયાતોને પૂરી કરવાની દિશામાં આ અમારી કટિબદ્ધતાને દર્શાવે છે. કામધેનુ ઈનોવેશન એટલે કે નવિનીકરણ તથા ગ્રાહક સંતોષને લઈ સંપૂર્ણપણે સમર્પિત છે.
કામધેનુ ખાતે ‘કામધેનુ નેક્સ્ટ ‘એ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં અત્યાધુનિક સંશોધન તથા નવીનીકરણનું ઉત્તમ પરિણામ છે, જે વિશ્વ-કક્ષાના ધોરણને દર્શાવે છે. 2.5 ગણા વધુ મજબૂત કોંક્રીટ-સ્ટીલ ઈન્ટરલૉક સાથે કામધેનુ નેક્સ્ટમાં આધુનિક એન્જીનીયર્ડ મજબૂત સ્ટ્રક્ચર અને ઈનોવેટીવ આર્કિટેક્ચરલ ડિઝાઈનની માંગોને પૂરી કરવા માટે સંપૂર્ણપણે અનુકૂળ વિશેષતા ધરાવે છે. કામધેનુ એવા ખાસ ઉત્પાદનોનું નિર્માણ કરવા સમર્પિત છે કે જે ઉભરી રહેલા ઉદ્યોગોની જરૂરિયાતોને પૂરી કરે છે અને તેનો લક્ષ્યાંક બજારમાં ટેકનોલોજીથી સજ્જ ઉત્પાદનો માટે એક બેન્ચમાર્ક સ્થાપિત કરવાનો છે,”તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કામધેનુ નેક્સ્ટની ખાસ અને અત્યંત મહત્વની ડિઝાઈન કરવામાં આવેલ ડબલ રિબ, ફિટીગુઈ સ્ટ્રેન્થ તથા ડ્યુક્ટીલિટી સાથે સામાન્ય સ્ટીલ બાર્સ કરતાં ખૂબ જ સર્વશ્રેષ્ઠ છે. ‘કામધેનુ નેક્સ્ટ’ની ખાસ ડિઝાઈન કોંક્રિટ મિશ્રણ સાથે વધારે સારા ઈન્ટરલોક માટે એક બેન્ચમાર્ક સ્થાપિત કરે છે, જેનાથી સ્ટ્રક્ચરને વધારે મજબૂતી મળે છે. આ સ્ટીલ બાર પર બે એનગ્યુલર રિબ્સ સ્ટીલ અને કોન્ક્રીટ વચ્ચે ઈન્ટરલોકની મજબૂતીને વધારે છે, જેને લીધે ચોક્કસ માળખાને ઈષ્ટત્તમ સુરક્ષા મળે છે, જે ભૂકંપ, ગતિશીલતાની અસર સામે વધુ શક્તિ ધરાવે છે. જે બ્રિજ, ફ્લાઈઓવર, ડેમ, થર્મલ તથા હાઈડેલ પ્લાન્ટ્સ, ઈન્ડસ્ટ્રીયલ ટાવર, સ્કાઈલાઈન બિલ્ડિંગ, અન્ડરગ્રાઉન્ડ પ્લેટફોર્મ વગેરેનું તે નિર્માણ કરે છે.