વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહના ગઢ ગણાતા ગુજરાત રાજ્યમાં ચારેબાજુ કમળ ખિલી ગયુ છે. ગુજરાતની તમામ ૨૬ લોકસભાની સીટ પૈકી તમામ ૨૬ સીટો ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર જીતી લીધી છે. ભાજપે ગુજરાતમાં વર્ષ ૨૦૧૪ના દેખાવનુ પુનરાવર્તન કરીને કોંગ્રેસની તમામ ગણતરીને ઉંઘી વાળી દીધી છે. કોંગ્રેસના કેટલીક બેઠકો પર ગાબડા પાડી દેવાની કોંગ્રેસની યોજના ફ્લોપ સાબિત થઇ છે. આક્રમક ચૂંટણી પ્રચાર, જોરદાર આયોજન અને લોકો સુધી સતત પહોંચના કારણે ભારતીય જનતા પાર્ટીને આ સફળતા હાથ લાગી છે. ભાજપે આ વખતે કેટલાક નવા ચહેરાને મેદાનમાં ઉતારી દીધા હતા. જે ૧૦ નવા ચહેરાને તક આપવામાં આવી હતી તે પૈકી તમામ ૧૦ ચહેરાની જીત થઇ છે.
સાથે સાથે છ મહિલા ઉમેદવારોને ટિકિટ આપ્યા બાદ આ તમામ ઉમેદવારો પણ જીતી ગયા છે. બીજી બાજુ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં સામેલ થનાર તમામ ચાર મુળ ભાજપના નેતા ચૂંટણી હારી ગયા છે. ભાજપના તમામ ચારેય વર્તમાન ધારાસભ્યો ચૂંટણી જીતી ગયા છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની Âસ્થતી રાજકોટમાં વધારે મજબુત બની ગઇછે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વતન રાજકોટમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા વધારે જોરદાર રીતે જીતી ગયા છે. તેમની રેકોર્ડ ૩.૬૮ લાખના મતથી જીત થઇ છે. આ પહેલા આસીટ પર સૌથી મોટી જીત વર્ષ ૧૯૯૮માં વલ્લભભાઇ કથિરિયાની થઇ હતી. એ વખતે તેમને ૩ લાખ ૬૫ હજાર ૫૫૪ મતે જીત મળી હતી. જેમનો રેકોર્ડ હવે તુટી ગયો છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો જ્યાં રાહુલે સભા કરી હતી તે જગ્યાએ કોંગ્રેસને હાર મળી છે. રાહુલે ગુજરાતમાં છ સીટ પર પ્રચાર કરીને માહોલ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. જા કે તેમની હાર થઇ છે. અમરેલી, પોરબંદર, કચ્થ, બારડોલી, અમદાવાદ પૂર્વ અને વલસાડમાં રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો હતો.લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુનામી વચ્ચે દેશભરમાં ઘણા એવા રાજયો હતા કે, જયાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતુ પણ ખોલી શકી ન હતી. ગુજરાતમાં પણ ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી જેમ આ વખતે પણ તમામ ૨૬ બેઠકો ફરી એકવાર કબ્જે કરી નવો રેકોર્ડ સર્જયો હતો. મોદી સુનામી વચ્ચે કોંગ્રેસના દિગ્ગજાના સૂપડા સાફ થઇ ગયા હતા. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભાજપના વિજયોત્સવ અને જીતના જશ્નનો માહોલ છવાયો હતો.કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી, લલિત વસોયા, સી.જે.ચાવડા, તુષાર ચૌધરી, બાબુ કટારા, પરથી ભટોળ સહિતના અનેક દિગ્ગજા મોદી સુનામીના કારણે કારમી હાર પામી પછડાયા હતા. ગુજરાત લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણી માટે કુલ ૩૭૧ ઉમેદવારો મેદાનમાં હતા અને ગુજરાતની જનતાએ ૬૪ ટકા જેટલું ઉંચુ મતદાન કરીને રાજયનો બાવન વર્ષ જૂનો મતદાનની ટકાવારીનો રેકોર્ડ તોડયો હતો. ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઇ હતી વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ કોંગ્રસનો સફાયો થઇ ગયો હતો. ભાજપે તેના ૨૬ સાંસદમાંથી ૧૦ની ટિકિટ કાપી હતી અને ૧૬ ને રિપીટ કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે આઠ વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી હતી.
ભારતીય જનતા પાર્ટીએ ૬ મહિલાઓને ટિકિટ આપી હતી. જેમાં ભારતીબેન શિયાળ(ભાવનગર), પૂનમ માડમ(જામનગર), રંજનબેન ભટ્ટ(વડોદરા), દર્શના જરદોશ(સુરત), ગીતાબેન રાઠવા(છોટા ઉદેપુર) અને શારદાબેન પટેલ( મહેસાણા)નો સમાવેશ થાય છે. તમામ છ મહિલા ઉમેદવારોની જીત થઇ છે. ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસે મોટો પડકાર ફેંક્યો હતો. જેના કારણે ભારતીય જનતા પાર્ટી ૧૦૦ સીટ પણ જીતી શકી ન હતી. વિધાનસભામાં સારા દેખાવ બાદ એમ માનવામાં આવી રહ્યુહતુ કે કોંગ્રેસ કેટલીક સીટ પર સારો દેખાવ કરીને એન્ટ્રી કરી લેશે. જા કે કોંગ્રેસને કોઇ ગાબડા પાડવામાં સફળતા મળી નથી.