ગેજેટ્સ અને સોશિયલ મિડિયાના વધતા જતા પ્રયોગના કારણે યુવાઓ અને અન્ય યુઝર પર માઠી અસર થઇ રહી છે. આના કારણે સામાન્ય લોકો આના કારણે ટેવાઇ ગયા છે. અલબત્ત આ ગેજેટ્સ અને સોશિયલ મિડિયા હવે દરેક વ્યક્તિની જરૂર બની ગયા છે. જરૂર બની ગયા હોવા છતાં એક ચોક્કસ સમય કરતા વધારે સમય સુધી આના ઉપયોગના કારણે માઠી અસર થઇ રહી છે. આના કારણે દિમાગી અને શારરિક રીતે ખુબ નુકસાન થયા છે. દિવસ દરમિયાન ચાર કલાકથી વધારે સમય સુધી સ્ક્રીન ટાઇમ ન આપવા માટેની સલાહ તમામ લોકોને નિષ્ણાંતો આપી રહ્યા છે. ઉંઘી જતા પહેલા આશરે અડધા કલાક પહેલા મોબાઇલ ફોનથી દુરી કરી લેવામાં આવે તે જરૂરી છે.
તાજેતરમાં જ નોર્વેમાં કરવામાં આવેલા સર્વેમાં અને રિસર્ચમાં એવી ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે કે અન્ય સોશિયલ સાઇટની તુલનામાં ફેસબુકનો ઉપયોગ કરવાની બાબત એક ખતરનાક ટેવ સમાન છે. આના કારણે લોકોમાં વર્જન ફેસબુક એડિક્શન સ્કેલ નામની બિહેવિયર સમસ્યા સપાટી પર આવી છે. પુરૂષોની તુલનામાં આવી મહિલાઓ જેમને બેચેની વધારે રહે છે તે આની વધારે શિકાર છે. આ ટેવ તેમને ધીમે ધીમે સ્વિંગ મુડ, સ્વભાવમાં ધૈર્યન થવા અને સમાજથી દુર રહેવાની ટેવ પાડે છે. આના કારણે એકાગ્રતા પણ સતત ઘટે છે. આવુ જ અન્ય સોશિયલ સાઇટ પર પોતાની હાજરી આપવાની બાબત દિમાગમાં ચાલતી રહે છે.
હાલના દિવસોમાં સોશિયલ મિડિયામાં કેટલાક લોકો દ્વારા સાઇબર બુલિંગના કેસોવધારી દેવામાં આવી રહ્યા છે. આના કારણે કેટલાક પ્રકારના દુષ્ટપ્રભાવ થઇ રહ્યા છે. આના કારણે દિમાંગના ગ્રે અને વાઇટ પાર્ટનુ કામ ખોરવાઇ જાય છે. દિમાગના ગ્રે પાર્ટ ઇન્ટરનેટ અને ગેમિંગ વેળા સક્રિય રહે છે. મુખ્ય રીતે પ્રોસેસિંગ માટે આ કામ આવે છે. જેના કારણે પ્લાનિંગ, મેનેજિંગ અને અન્ય બાબતો પર અસર થાય છે. આ પાર્ટ પર ખરાબ અસર પડવાના કારણે દિમાગ સંકુચિત બનવા લાગી જાય છે. જેના કારણે યાદશક્તિમાં ઘટાડો થાય છે. ચાલવા ફરવામાં પણ તકલીફ થાય છે.
લાંબા સમય સુધી ગેજેટસની સ્ક્રીન જોવાથી દિમાગના વાઇટ મેટર પર માઠી અસર થાય છે. ગેજેટ્સમાંથી નિકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો દિમાગના જીન્સમાં ફેરફાર કરે છે. જેના કારણે બ્રેઇન ટ્યુમર અને કેન્સર જેવા રોગનો ખતરો પણ વધારી દે છે.
સતત આંખને સ્કીન પર રાખવાના કારણે કોર્નિયા પર થનાર ખેંચની અસર પણ દેખાઇ આવે છે. કેટલીક વખત ઝાંખુ દેખાવવા જેવી સમસ્યા સર્જાઇ જાય છે. સાથે સાથે આંખમાં વારંવાર પાણી આવે છે. વાલીઓ અને બાળકોને તમામને સોશિયલ મિડિયા એડિક્શન પર ધ્યાન આપવાની તાકીદની જરૂર દેખાઇ રહી છે. ન્યુરોસર્જન અને અન્ય સંબંધિત નિષ્ણાંત તબીબો પણ આ બાબતને સમર્થન આપે છે. ગેજેટ્સના વધારા પડતા ઉપયોગને લઇને વારંવાર અહેવાલ પ્રકાશિત થતા રહ્યા છે. જેના પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે.