જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો, ગિરનાર અને દાતાર પર્વત પર વરસાદી માહોલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયેલો છે. જૂનાગઢના માણાવદરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જૂનાગઢ અને મેંદરડામાં તો અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ગિરનાર અને દાતાર પર્વત પર પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ગિરનાર પર્વત પર વરસાદને કારણે આહલાદક વાતાવરણ સર્જાયુ છે. વરસાદને કારણે ગિરનાર પર્વત પર લીલોતરી છવાઇ છે. તો સતત વરસાદને કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. વરસાદ બાદ ડેમ આસપાસ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્‌યું છે.

Share This Article