જોમોસો ગ્રુપ દ્વારા આ વખતે એકા અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા, કાંકરીયા, અમદાવાદ ખાતે ‘જોમોસો નવરાત્રી ૨૦૧૯’ ગરબાનું આયોજન ૧૩ દિવસ માટે કરવામાં આવ્યું છે, આ વખતની નવરાત્રી એકા અરેના ખાતે કેટલી ખાસ થવા જઈ રહે છે તેનું એનાઉન્સમેન્ટ જોમોસો ગ્રુપ દ્વારા એકા ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, આ દરમિયાન જોમોસો ગ્રુપના ત્રણ ડીરેક્ટર શ્રી કુણાલ જૈન, શ્રી પલાશ જૈન, શ્રી નિતિન ડાભી આ ઉપરાંત શ્રી ઋષભ જૈન મેન્ટર જોમોસો ગ્રુપ, શ્રી કોવિદ લોહની સીઓઓ એકા અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા જેવા મહાનુભાવો આ એનાઉન્સમેન્ટ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા.
આ દરમિયાન જોમોસો ગ્રુપના ડિરેક્ટર કુણાલ જૈને કહ્યું હતું કે, આ વખતની નવરાત્રી ઇનડોર એસી અરેનામાં અહીં યોજવામાં આવશે જેથી નવરાત્રીમાં વરસાદ થાય કે વરસાદ થવાની શક્યતા હોય તો પણ અહીં આવીને ગરબા રમવાના શોખિન ખેલૈયાઓ નવરાત્રીમાં રાસ ગરબાનો ભરપૂર આનંદ માણી શકશે.
આ વખતની નવરાત્રી ૨૫ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર દરમિયાન યોજાશે,જેમાં આ દિવસો દરમિયાન ૫૦,૦૦૦ નું ફૂટફોલ રહેશે, જેમાં ૧૩ દિવસ દરમિયાન જાણીતા આર્ટિસ્ટ ની હાજરીમાં ગરબાનો આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાશે.
આ સાથે શહેરની વચ્ચેનું આ પ્રાઈમ લોકેશન પણ છે જેથી આસાનીથી પહોંચી પણ શકાશે, ગરબા રમવાના શોખીન ગરબા પ્રેમીઓ માટે.
નવરાત્રીમાં વિશેષરૂપે થ્રીડી લાઈટીંગ સેટ પણ અહીં ઉભા કરવામાં આવશે, સારું પરફોર્મન્સ કરતા ખેલૈયાઓ માટે ભવ્ય આકર્ષક ઈનામો પણ રાખવામાં આવ્યા છે, નવરાત્રીમાં ઉંચા લેવલના જ્યુરી દ્વારા તેનું નિરીક્ષણ પણ કરાશે, અહીં દરરોજ ૩૫૦૦ થી ૪૦૦૦ લોકો ગરબા માટે આવી શકે તે રીતનું આયોજન પણ કરાયું છે.
તારીખ ૨૫ સપ્ટેમ્બર થી ૨૮ સપ્ટેમ્બરના દરમિયાન સીએ અને સીએસ ના ગરબા રહેશે તથા આપણા સરકારી વિભાગ ના મેમ્બર્સ પણ આ દિવસો માં ગરબા માણી શકે તેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે , તારીખ ૨૯ સપ્ટેમ્બરથી ૭ આૅક્ટોબર દરમિયાન જનરલ ગરબા યોજાશે જેમાં દરેક ગરબા પ્રેમીઓ ઉત્સાહ ભેર ભાગ લઇ શકશે.