બાલાસિનોર : ભારતની અગ્રણી સિમેન્ટ કંપની જેકે સિમેન્ટે ગુજરાતનાં બાલાસિનોરમાં તેના ગ્રાઈન્ડિંગ એકમનો શિલાન્યાસ કર્યો હતો. એકવખત આ એકમ કાર્યાન્વિત થયા પછી કંપનીની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૦.૭ એમટી થશે. બાલાસિનોર અમદાવાદથી ૮૭ કિમી દૂરનાનું શહેર છે અને આ ઉત્પાદન એકમ ગુજરાતમાં કંપનીનો પ્રવેશ દર્શાવે છે.
આ પ્લાન્ટ અંદાજે ૮હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે, આ પ્રોજેક્ટનો ખર્ચ રૂપિયા ૨૦૦કરોડ જેટલો થશે. કંપનીની ઊત્પાદનક્ષમતા ૪.૨ MN ટન કરવામાટે રૂ. ૨૦૦૦ કરોડના ભંડોળની યોજનાના ભાગરૂપે આ રોકાણ કરાયું છે. બાલાસિનોરના એકમ ઉપરાંત જેકે સિમેન્ટ આ સમય દરમ્યાન રૂ. ૨૫૦ કરોડના રોકાણ સાથે અલીગઢમાં વધુ એક ગ્રાઈન્ડિંગ એકમની સ્થાપના કરશે. બાકીનું ભંડોળ રાજસ્થાનમાં વર્તમાન એકમોની ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે ફાળવવામાં આવશે.
જેકે સિમેન્ટ હાલમાં ગુજરાતમાં સિમેન્ટની માંગ પૂરી કરી રહી છે, પરંતુ બાલાસિનોરમાં સ્થાપવામાં આવેલો નવો એકમ સુરત, વડોદરા અને રાજકોટ સહિત આજુબાજુના બજારો સુધી કંપનીની પહોંચ વધારશે. બાલાસિનોર એકમ મારફત કંપની ઊંચી વૃદ્ધીક્ષમતા ધરાવતા નવા બજારો સુધી પહોંચશે અને ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડશે.
નવા ઉત્પાદન એકમના શિલાન્યાસ પ્રસંગે ટિપ્પણી કરતા જેકે સિમેન્ટ ના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ શ્રી રાઘવપત સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, ‘આજનો આ સમારંભ જેકે સિમેન્ટના પ્રવાસમાં એક મહત્વના સીમાચિહ્નરૂપ છે. તે ઉત્પાદન એકમના માર્ગે ગુજરાતમાં કંપનીનો પ્રવેશ દર્શાવે છે. કંપની ભારતમાં ઔદ્યોગિક વૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમને ખાત્રી છે કે ઉત્તર ભારતમાં હાથ ધરવામાં આવેલા અન્ય વિસ્તરણ સાથે આ એકમ ભવિષ્યમાં અમને નવી ઉંચાઈઓ પર લઈ જશે.’
જેકે સિમેન્ટ આ એકમમાં વર્ટિકલ રોલર ટેકનોલોજીનો ઉપયોગ કરશે, પરિણામે વીજ વપરાશનો ખર્ચ ઘટશે, ગ્રાઈન્ડિંગ ખર્ચ નીચો આવશે અને ઉત્પાદન કાર્યક્ષમતા વધશે. આગામી નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક સમય સુધીમાં આ એકમ કાર્યાન્વિત થઈ જશે તેવી કંપનીને આશા છે. ગુજરાત અને અલીગઢમાં વિસ્તરણ તેમજ રાજસ્થાનમાં બ્રાઉનફિલ્ડ રોકાણ સાથે જેકે સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા માર્ચ ૨૦૨૦ સુધીમાં૧૫ MTPA જેટલી થઈ જશે તેવો અંદાજ વ્યક્ત થઇ રહ્યો છે.
કંપની સિમેન્ટ ઉદ્યોગમાં ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે અને રાજસ્થાન કર્ણાટક અને હરિયાણામાં ગ્રેસિમેન્ટ એકમ ધરાવે છે. કંપની ૧૦.૫ MTPAની ગ્રે ઉત્પાદન ક્ષમતા સાથે ભારતમાં અગ્રણી ગ્રે સિમેન્ટ ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. ચાર દાયકાથી વધુ સમયથી જેકે સિમેન્ટે તેની ઉત્પાદન શ્રેષ્ઠતા, ગ્રાહકલક્ષી અભિગમ અને ટેકનોલોજી લીડરશિપની તાકાતથી ભારતની વિવિધ ક્ષેત્રોની ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો પૂરી કરી છે.
કંપની ભારતમાં બીજી સૌથી મોટી વ્હાઇટ સિમેન્ટ ઉત્પાદક છે. ભારતમાં તેની વાર્ષિક ઉત્પાદનક્ષમતા ૬,૦૦,૦૦૦ ટન છે. અમે વાર્ષિક ૭,૦૦,૦૦૦ ટન ઇન્સ્ટોલ ક્ષમતા સાથે ભારતમાં વોલપુટ્ટીના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક છીએ. જેકે સિમેન્ટ રાજસ્થાનના બામણીયામાં ૧૯૮૭માં કેપ્ટિવ પાવરપ્લાન્ટ સ્થાપનાર સૌ પ્રથમ કંપની હતી. જેકે સિમેન્ટ ગ્રીન પાવરની જરૂરિયાત પૂરી કરવા વેસ્ટ હીટ રીકવરી પાવર પ્લાન્ટ સ્થાપનાર પ્રથમ સિમેન્ટ કંપની હતી. આજે વિવિધ સ્થળો પર કંપની ની કેપ્ટીવ વીજ ઉત્પાદનક્ષમતા ૧૪૦.૭ MWSથી વધુ છે, જેમાં ૨૩.૨MW વેસ્ટ હિટ રિકવરી પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.