જીવનસંધ્યા ખાતે ફાધર્સ ડેનું સેલિબ્રેશન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં આવેલ વૃધ્ધાશ્રમ જીવનસંધ્યામાં ફાધર્સ ડેનું આયોજન કરવામાં આવેલ છે. આ સેલિબ્રેશન તા. ૧૭મી જૂન રવિવારનાં રોજ રાખવામાં આવેલ છે. ગ્રુપ ઓફ કે.ટી. પ્રોડક્શન એન્ડ ડેન્સીટી સ્ટુડીયોના વિદ્યાર્થીઓ દ્વારા જીવનસંધ્યા ખાતે રવિવારે સવારે ૯ કલાકે આ કાર્યક્રમ યોજાશે. તેમાં જીવનસંધ્યામાં રહેતા તમામ પિતાઓને માટે એક ખાસ કાર્યક્રમ રખાશે જેમાં દરેક વૃધ્ધોનું સન્માન કરવામાં આવશે અને જીવનમાં પિતાનું મહત્વ સમજાવવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા સંસ્થાના કાર્યકરતા ડિમ્પલબહેને જણાવ્યું કે જીવનસંધ્યામાં સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતુ રહે છે અને અહીં રહેતા તમામ સભ્યોની લાગણીને માન અપાય છે. તેમની ખુશીનો પૂરો ખ્યાલ રાખવામાં આવે છે.

Share This Article