કહાની ઉનકી, જિન્હોને હાર કી સ્યાહી સે- ભારત કી જીતના નયા પન્ના લિખા. અસલ ઘટનાઓથી પ્રેરિત ચંદ્રયાન-2 રાષ્ટ્રીય ગૌરવ સાથે લોન્ચ કરાયું, જેણે ચંદ્ર તરફ પ્રયાણ શરૂ કર્યું ત્યારે લાખ્ખો લોકોએ જોયું, પરંતુ સપાટી પરથી ફક્ત 2.1 કિમી અંતરે પહોંચતાં મોટી નિષ્ફળતા મળી હતી. જિયોહોટસ્ટાર દ્વારા ધ વાઈરલ ફીવર (ટીવીએફ) સાથે પ્રથમ સહયોગમાં સ્પેસ જેનઃ ચંદ્રયાનના આગામી લોન્ચની ઘોષણા કરી છે, જે ભારતના સૌથી દાખલારૂપ વૈજ્ઞાનિક કમબેકની ઘેરી માનવતાભરી વાર્તા ફરીથી કહે છે. આ સિરીઝમાં નકુલ મહેતા સાથે પ્રકાશ બેલાવાડી, શ્રીયા સરન, દાનિશ સૈત અને ગોપાલ દત્ત જેવા કલાકારો છે. તે 23 જાન્યુઆરી, 2026ના રોજ જિયોહોટસ્ટાર પરથી પ્રસારિત થશે.
ટીઝરમાં ચંદ્રયાન-2 પહોંચની પાર પ્રયાણ કરે ત્યારે એક લોકોથી ભરચક રૂમમાં વિજ્ઞાનીઓ સ્ક્રીન તરફ મીટ માંડીને બેઠા છે, તેમના હાથ ભીડેલા છે, તેમનો શ્વાસ અધ્ધર છે, હૃદયના ધબકાર વધી રહ્યા છે એવું જોવા મળે છે. સિગ્નલ બંધ થતાં મિશન નિષ્ફળ જવા સાથે વર્ષોનો ત્યાગ, જાગીને વિતાવેલી રાત્રિઓ અને આશાઓનો ધબડકો બોલાય છે. આ હાર નહોતી, પરંતુ સંકલ્પ હતો. ફરીથી શરૂ કરવા શાંત, શક્તિશાળી નિર્ણય લેવાયો. ટીવીએફ નિર્મિત પાંચ એપિસોડની સિરીઝ નિયંત્રિત, પાત્ર પ્રેરિત ડ્રામા છે, જેણે આપણને બધાને ગૌરવ અપાવવાનું કમ કર્યું તે ફક્ત સ્પેસ મિશન નથી, પરંતુ તારલાઓ સુધી પહોંચવાનો માનવ જોશ છે.
ટીઝર અહીં જુઓ – https://youtu.be/bIjHRiyK1ds?si=1zyqL2iZWnsN9F3K
સિરીઝ વિશે બોલતાં ડાયરેક્ટર અનંત સિંહ કહે છે, “ભારતનું ચંદ્રાયાન મિશન સ્થિતિસ્થાપકતા અને મહત્ત્વાકાંક્ષાના માસ્ટરક્લાસ છે. આ ગૌરવ, મજબૂત શ્રદ્ધા, મહત્ત્વાકાંક્ષા અને નિષ્ફળતાની પાર જવાની ક્ષમતાની વાર્તા છે. જિયોહોટસ્ટાર અને ટીવીએફ સાથે અમને આ સિરીઝ પ્રસ્તુત કરવામાં બહુ ગૌરવની લાગણી થાય છે. અમને આશા છે કે દર્શકો ઐતિહાસિક મિશન સાથે તેને પ્રેરિત કરનાર માનવી સાહસ પણ જોઈ શકશે.’’
નકુલ મહેતા ઉમેરે છે, “મને સૌથી વધુ સારી વાત સ્ક્રિપ્ટની ઈમાનદારી લાગી. તે આખરી જીતની ઉજવણી કરવા સાથે નિષ્ફળતા પછી વાપસી કરવાની હિંમતનું સન્માન કરે છે. આ ભાવનાત્મક પ્રવાસ કેમેરાનું કામ બંધ થયા પછી પણ લાંબા સમયથી મારી જોડે રહેલો પડકાર હતો. આખા રાષ્ટ્રની આ વાર્તાની વાસ્તવિકતાને વળગી રહેવા માટે અમે ઊંડાણથી કામ કર્યું. મને આ શો માટે બહુ ગૌરવની લાગણી થાય છે અને હું ભારતના ઈતિહાસમાં દાખલારૂપ અવસરને આકાર આપનારી શાંત સ્થિતિસ્થાપકતા જોવા માટે જિયોહોટસ્ટાર પર દર્શકોની ઉત્સુકતા જોવાની આતુરતા છે.’’
સ્પેસ જેનઃ ચંદ્રયાન સ્થિતિસ્થાપકતા અને સંકલ્પનો જીવંત દાખલો છે, જે વાર્તા સાધારણ વિજ્ઞાનીઓએ નિષ્ફળતાનો ભાગ કઈ રીતે વહન કર્યો અને વિજ્ઞાન, માનવતા અને વિશ્વાસ સાથે ફરી કઈ રીતે ઊભરી આવ્યા તેની વાર્તા છે.
~ ખંત જ્યારે હેતુ બને છે ત્યારે ઈતિહાસ લખાય છે. જોતા રહો સ્પેસ જેનઃ ચંદ્રયાન, જિયોહોટસ્ટાર પરથી પ્રસારિત થશે, 23મી જાન્યુઆરી, 2026થી.
