ઓગષ્ટ મહિનાના પ્રથમ રવિવારના દિવસે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવે છે. એટલે કે મિત્રોને જુદા જુદા પ્રકારની ભેંટ સોગાદો આપવામા આવે છે. મિત્રોને મળવાની એક ખાસ ખુશી રહે છે. નવા નવા નુસ્ખા અજમાવવામાં આવે છે. જેના કારણે આ દિવસ ખાસ બની જાય છે. ફ્રેન્ડશીપ ડેને મનાવવા માટે કેટલાક લોકો પહેલાથી જ તૈયારી કરે છે. ફ્રેન્ડશીપ ડેને લઇને બજારમાં જારદાર તેજી આવી ગઇ છે. શોપિંગ મોલ અને મોટા શો રૂમમાં બજારો સજી ગયા છે. ફ્રેન્ડશીપ ડે માટે જુદી જુદી ચીજા બજારમાં આવી ગઇ છે. ફ્રેન્ડશીપ ડેને લઇને નવી નવી ગિફ્ટ બજારમાં આવી ચુકી છે. દેરક વખતે કોફી પગ, ફોટોફ્રેમ અને ટેડી બિયર આપીને બોર શા માટે થવાની જરૂર છે. આ વખતે ફ્રેન્ડને બેસ્ટ ફ્રેન્ડના સર્ટિફિકેટ આપી શકાય છે. આના પર પોતાના બેસ્ટ ફ્રેન્ડના નામ લખીને તેને દુનિયાના સૌથી પાકા ફ્રેન્ડ હોવાનો અનુભવ કરાવી શકો છો. આને તમે ઓનલાઇન ખરીદી શકો છો. આવી જ રીતે અલાર્મ ક્લોકની સાથે દોસ્તીના ટાયર રહેલા હોય છે. ઘડિયાળ મિત્રોને આપવામા આવતી એક એવી ભેંટ છે. ેજે આપની દરેક વખતે તમામને યાદ અપાવે છે. સાથે સાથે તેને સમયની સાથે ચાલવા માટે પ્રેરિત કરે છે.
આ વખતે ભેંટ એવી આકર્ષક ડિઝાઇનમાં આપવામાં આવે કે તેને સમય વગર પણ જાવા માટે તે ઉત્સુક રહે. આ સાયકલ સ્વરૂમાં રહેલી ઘડિયાળની ભેંટ તમામને પ્રભાવિત કરી શકે છે. ફ્રેન્ડશીપ ડેની ઉજવણી માટેની પરંપરા જુની રહેલી છે. સૌથી પહેલા ફ્રેન્ડશીપ ડેને લોકપ્રિય બનાવવા માટેનુ કામ ગ્રીટિંગ કાર્ડ ઇન્ડસ્ટીઝ દ્વારા કરવામાં આવ્યુ હતુ. સોશિયલ નેટવ‹કગ સાઇટ્સ મારફતે મળેલા પુરાવા દર્શાવે છે કે રજા માણવાને લઇને પણ રજૂઆત કરવામાં આવી હતી. ઇન્ટરનેટના ફેલાવાની સાથે આની બોલબાલા સતત વધી હતી. ખાસ કરીને ભારત, બાંગ્લાદેશમાં આની બોલબાલા વધી હતી. મોબાઇલ ફોન, ડિજિટલ કોમ્યુનિકેશન અને સોશિયલ મિડિયાના કારણે આ પરંપરા વધારે લોકપ્રિય બની ગઇ છે.
ઇતિહાસ પર નજર કરવામાં આવે તો જુદા જુદા દેશોમાં ફ્રેન્ડશીપ ડે જુદી જુદી તારીખો પર મનાવવા માટેની પરંપાર રહેલી છે. ૩૦મી જુલાઇ ૧૯૫૮માં પ્રથમ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જો કે ૨૭મી એપ્રિલ ૨૦૧૧ના દિવસે સંયુક્ત રાષ્ટ્ની મહાસભા દ્વારા ૩૦મી જુલાઇને સત્તાવાર વર્લ્ડ ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જા કે ભારત સહિતના કેટલાક દેશો ઓગષ્ટના પ્રથમ રવિવારના દિવસે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરે છે. વર્ષ ૧૯૩૦માં હોલમાર્ક કાડ્ર્સના સ્થાપક જાયસ હોલ દ્વારા ફ્રેન્ડશીપ ડેની મુળરીતે શરૂઆત કરી હતી. ધીમી ગતિથી આની શરૂઆત થયા બાદ ૧૯૪૦ સુધી તો અમેરિકામાં ફ્રેન્ડશીપ કાર્ડ પણ ઉપલબ્ધ થવા લાગી ગયા હતા. દિન પ્રતિદિન ફ્રેન્ડશીપ ડેની લોકપ્રિયતા વધવા લાગી હતી. આજે તો આ ફ્રેન્ડશીપ માર્કેટનુ કદ પણ રેકોર્ડ ઉંચી સપાટી પર છે. ખાસ માર્કેટ અને શો રૂમ તેમજ મોલ પર આની ભીડ રહે છે. ફ્રેન્ડશીપ ડેના અવસર પર જુદી જુદી ચીજાની આપ લે કરવામાં આવે છે. જેમાં ભેંટ વધારે લોકપ્રિય હોય છે. ફ્લાવર્સ, કાર્ડ, હાથની ઘડિયાળ મુખ્ય હોય છે.
આધુનિક સમયમાં નવી નવી ચીજો આપવાની પણ પરંપરા શરૂ કરવામાં આવી છે. સોશિયલ મિડિયા પર હવે આ બાબતની વધારે નોંધ લેવામાં આવે છે. આર્જેન્ટિનામાં ફ્રેન્ડશીપ ડે ૨૦મી જુલાઇના દિવસે મનાવવામા આવે છે. સ્પેન, બ્રાઝિલ, ઉરુગ્વેમાં પણ આ જ દિવસે આની ઉજવણી કરવામાં આવે છે. બાંગ્લાદેશ, ભારત, મલેશિયા અને સંયુક્ત અરબ અમિરાતમાં ઓગષ્ટના પ્રથમ રવિવારે તેની ઉજવણી કરવામાં આવે છે. બોલિવિયામાં ઉજવણી ૨૩મી જુલાઇના દિવસે કરવામાં આવે છે. ઇક્વેડોર, મેક્સિકો અને વેનેઝ્યુલામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડેની સાથે આની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાની વાત કરવામાં આવે તો આ દિવસની ઉજવણી ૧૫મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવે છે.